News Portal...

Breaking News :

અંકલેશ્વરમાં એક પરણિત પાડોશીએ 17 વર્ષની માસૂમને પોતાની પ્રેમજાળમાં ફસાવી વારંવાર દુષ્કર્મ આચર્યું

2024-12-03 12:25:13
અંકલેશ્વરમાં એક પરણિત પાડોશીએ 17 વર્ષની માસૂમને પોતાની પ્રેમજાળમાં ફસાવી વારંવાર દુષ્કર્મ આચર્યું


વડોદરા : અંકલેશ્વરમાં એક પરણિત પાડોશીએ 17 વર્ષની માસૂમને પોતાની પ્રેમજાળમાં ફસાવી વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી હતી. 


જેને લઈને સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. ત્યારે, આ મામલે અંકલેશ્વર પોલીસે આ નરાધમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસ તપાસમાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા હતા.મળતી માહિતી મુજબ, અંકલેશ્વર શહેરમાં રહેતો 37 વર્ષીય અલ્કેશ સુરતી પોતે પરિણીત હોવા છતાં સગીરાને પ્રેમજાળમાં ફસાવી તેના પર દુષ્કર્મ આચર્યું હતું. તેણે પાડોશમાં રહેતી 17 વર્ષીય સગીરાને ફોસલાવી તેની સાથે અનેકવાર કુકર્મ કર્યું હતું.પોલીસ પાસેથી મળતી વિગતો મુજબ, ઝડપાયેલો આરોપી સગીરાને જુદી-જુદી જગ્યાએ મળવા બોલાવતો હતો. સપ્ટેમ્બર મહિનામાં તેણે સગીરાને એક મંદિર પાસે બોલાવતાં તે તેની બહેનપણી સાથે ત્યાં ગઈ હતી. 


જે બાદ શખસ સગીરાની બહેનપણીને દૂર ઉભી રાખી સગીરાને ઝાડીઓમાં લઈ ગયો હતો. જ્યાં તેણે તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જેના ત્રણેક અઠવાડિયામાં પુનઃ તેને તે જ સ્થળે લઈ જઈ દુષ્કર્મ આચર્યું હતું. જે બાદ ઓક્ટોબર મહિનામાં શખસે તેના મિત્રના ઘરે લઈ જઈ ત્યાં પણ કુકર્મ કર્યું હતું. આ અરસામાં તેણે સગીરા સાથે બળજબરી કરી ફોનમાં તેનો નગ્ન ફોટો મંગાવ્યો હતો.અંતે માતાના સમજાવ્યા બાદ સગીરા દ્વારા આ અંગે અંકલેશ્વર શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવામાં આવી હતી.પોલીસ ફરિયાદ નોંધાયાની જાણ થતાં જ આરોપી સુરત ભાગી ગયો હતો. પોલીસે આરોપીને સુરતથી ઝડપી પાડ્યો હતો. પોલીસે વિવિધ સ્થળોનું પંચનામું અને તબીબના રિપોર્ટ સહિતના સાંયોગિક પુરાવા એકત્ર કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.માનસિક વિકૃતિ ધરાવતો આરોપી દરજી કામ સાથે સંકળાયેલો છે. આરોપી તેની દુકાનમાં આવતી અને ઘર તેમજ દુકાન આગળ પસાર થતી અનેક મહિલા અને યુવતીઓને પોતાની પ્રેમમાં ફસાવતો હોવાનો ખુલાસો થયો હતો.

Reporter: admin

Related Post