પાલનપુરના થરાદના એક ગામમાં ચવાણાના પેકેટમાંથી મરેલી ગરોળી નીકળી હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.
આનંદ નમકીન નામની કંપનીના નાસ્તાના પેકેટમાંથી મરેલી ગરોળી નીકળી હતી. આ પેકેટનો નાસ્તો બાળકોએ કરતા તેમને ઝાડા ઉલટી પણ થયા હતા. હાલ તે વ્યક્તિએ ફુડ એન્ડ ડ્રગ્સને આ અંગેની જાણ કરી છે.આ લોકોની ટીમ નાસ્તાનો નમૂનો લઇ ગઇ છે. નોંધનીય છે કે, થોડા દિવસ પહેલા પણ બાલાજી વેફર્સમાંથી મરેલો ઉંદર નીકળ્યાનો દાવો પણ સામે આવ્યો હતો.થરાદના એક ગામમાં રહતા પરિવારના ઘરમાં આ ઘટના ઘટી હતી. આ ઘરના એક વ્યક્તિ 10થી 15 દિવસ પહેલા આનંક નમકીનના બે પેકેટ લાવ્યા હતા. આ પેકેટમાંથી બાળકો નાસ્તો કરતા હતા.
આ બે બાળકોને નાસ્તો ખાઘા બાદ ઝાલા ઉલટી થયા હતા. જે બાદ પિતાએ પેકેટ પાછળની એક્સપાઇરી ડેટ જોવા માટે પડીકું હાથમાં લીધું. આ પેકેટ પર તારીખ તો બરાબર હતી પરંતુ પેકેનો નાસ્તો જોયો તો અંદરથી તપાસતા તેમને અંદરથી મરેલી ગરોળી જોવા મળી હતી. જેથી તેમણે આ અંગેની જાણ દુકાનદારે કરી. દુકાનદારે આ કંપનીનો નંબર તે વ્યક્તિને આપ્યો. તે વ્યક્તિએ કંપનીમાં ફોન કર્યો તો તેમણે ભૂલ સ્વીકારી ન હતી. જેથી આ વ્યક્તિએ ગ્રાહક સુરક્ષામાં આ અંગેની ફરિયાદ કરી હતી. જે બાદ ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા આ અંગેની તપાસ ચાલી રહી છે.
Reporter: News Plus