લાયન્સ ક્લબના આ ઉમદા પ્રયાસને વૈષ્ણવાચાર્ય પ. પૂ. ગો. ૧૦૮ શ્રી વ્રજરાજકુમાર મહોદય દ્વારા બિરદાવી પ્રોજેક્ટ સફળ બને એ માટે શુભઆશિષ આપી VYO (vallabh youth organization) ને પણ આ પ્રકલ્પમાં સહભાગી બનાવવા અનુમતિ આપેલ છે.
તારીખ ૧૪ ઓક્ટોબરને ઇન્ટરનેશનલ E-waste Day તરીકે વિશ્વભરમાં મનાવવામાં આવી રહ્યો છે તે તબક્કે E-waste રૂપી અનિષ્ટનો નાશ કરવાનાં પ્રયાસમાં આજે બરોડા હાઈસ્કૂલ, અલકાપુરી સહભાગી બની E-waste Management માટેની જાગૃતિ લાવવા તેમજ શાળાના વિદ્યાર્થીઓને સમજૂતી આપવા સેમિનારનું આયોજન કરવામાં આવ્યું. લાયન્સ ક્લબ ઓફ બરોડા સેન્ટ્રલ ન્યુ સેન્ચુયરીના પ્રેસિડેન્ટ લાયન પાર્થ શાહ, લીડરશિપ ચેરપર્સન લાયન રશ્મિ શાહ તથા સાંખ્ય ફાઉન્ડેશનના સૌમ્યા અક્ષત દ્વારા વિદ્યાર્થીઓને ખુબ સરસ સમજ આપી સૌ સાથે મળીને કળિયુગના રાવણનો નાશ કરી ધરતી માં પ્રત્યેનું ઋણ અદા કરવાનાં સંકલ્પ સાથે આ પ્રકલ્પમાં સહભાગી થવા પ્રોત્સાહિત કર્યા.
શાળાના વિદ્યાર્થીઓ દ્વારા પોતાના ઘરમાં જે કોઇ પણ ઇલેક્ટ્રિકલ કે ઇલેક્ટ્રોનિક્સને લગતી બિન જરૂરી વસ્તુઓ જેવી કે વાયર, સ્વિચ, મોબાઈલ, લેપટોપ, પ્રિન્ટર, સ્કેનર, જ્યુસર, ચાર્જર, બેટરીના સેલ જેવા E-waste ને આપવા માટે તૈયારી દર્શાવી.આ પ્રોજેક્ટ અંતર્ગત જે કોઇ E-waste એકઠો થશે તેનો નિયત ધારા ધોરણ મુજબ Authorised Re-cycler agency દ્વારા નિકાલ કરવામાં આવશે.આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ બરોડા હાઈસ્કૂલ, અલકાપુરીના પ્રિન્સિપાલશ્રી અને તેમની સમગ્ર ટીમનો ખુબ ખુબ આભાર.
Reporter: admin