શૈલેશ સોટ્ટાએ વિરોધીઓને ચેલેન્જ આપી, જે લોકો ગદ્દારી કરીને નિકળ્યા છે તેમને મારી ચેલેન્જ છે કે એક સીટ તો જીતાડીને બતાવો
આમ તો ભાજપ પક્ષ સંયમ અને શિસ્તબદ્ધ પાર્ટી કહેવાય છે, પરંતુ અહીંયા રાજકારણમાં ક્યારે ઉથલ પાથલ થાય તે નક્કી હોતું નથી.

હાલમાં ડભોઈ APMCમાં ચૂંટણી માથે છે, ત્યારે ધારાસભ્ય શૈલેષ સોટ્ટા (મહેતા) દ્વારા સ્નેહમિલન કાર્યક્રમમાં વિરોધીઓને મદદ કરતા ભાજપના લોકોને ખુલ્લા મંચ પરથી ગદ્દાર કહી ચેલેન્જ આપી અને કહ્યું કે, એક પણ સીટ જીતાડી બતાવે. સાથે તેમના નામ પણ તેઓની પાસે આવી ગયા છે અને ચૂંટણી બાદ ખબર પડશે કે ભાજપ વિરૂદ્ધ જઈને શું મળ્યું? તેમણે જણાવ્યું કે જે કંઇ લોકો સામે ફોર્મ ભર્યા છે તે આપણે સૌ જાણીએ છે કે આપણા જ કેટલાક લોકો તેમને પાછળથી મદદ કરી રહ્યા છે. તેમને તેમની તાકાતનો અંદાજ આવી જવા દો...તેમને પણ ભાન થશે કે ભાજપની વિરુદ્ધ જવાથી શું થાય? આ કેસરિયો ના હોય તો મારી પણ કોઇ કિંમત નથી. જે લોકો ગદ્દારી કરીને નિકળ્યા છે તેમને મારી ચેલેન્જ છે કે એક સીટ તો જીતાડીને બતાવો ..શૈલેષ સોટ્ટાએ જણાવ્યું હતું કે, જ્ઞાતિવાદ જે લોકો ચલાવતા હતા તે બધા લોકોએ હારવું પડ્યું છે. અત્યારે નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં પણ ભાજપનું શાસન છે. એપીએમસીમાં પણ કાલે ભાજપનું શાસન આવવાનું છે.
ફોર્મ ભરાઈ ગયા છે અને અંતિમ તારીખ છે ફોર્મ ખેંચવાની, ત્યારે આપણી છ સીટો તો બિન હરીફ જાહેર થવાની છે. શરૂઆતથી અત્યાર સુધી APMCમાં ભાજપનો એકપણ સભ્ય આવ્યો નથી અને આ વખતે મને જવાબદારી આપવામાં આવી છે અને મેં જવાબદારી લીધી છે કે, આ વખતે અહીંયા ભાજપની શાસન આવશે.જે લોકોએ સામે ફોર્મ ભર્યા છે તે આપણે બધા જાણીએ છીએ. આપણા જ કેટલાક લોકો તેઓને મદદરૂપ કરી રહ્યા છે, તેઓનાં નામ પણ ખુલી ગયા છે. 10 તારીખે ચૂંટણી થશે અને 11 તારીખે તેમને થશે ભાજપની વિરુદ્ધ જઈને શું મળ્યું? આવ્યો ત્યારથી હું કહું છું કે આ કેસરિયો ખેસ મારી પર ન હોય તો મારી પણ કોઈ કિંમત નથી. અને જે લોકો પોતાની જાતને કંઈક અલગ સમજે છે અને ગદ્દારી કરવા નિકળ્યા છે, તેઓને અહિયાથી હું ચેલેન્જ આપું છું કે એક સીટ તમારી જીતાડીને બતાવજો. ડભોઇ APMCમાં સોળે સોળ સીટ ભારતીય જનતા પાર્ટી જીતવાની છે. આ તમામ સીટ જીતીને APMCમાં રાજ કરશું. આગામી ચૂંટણીઓમાં પણ ભાજપ જીતશે.
Reporter: admin







