News Portal...

Breaking News :

જિલ્લાના ૧૦ ગામોમાં સ્વચ્છતા અંગેના ભીંતચિત્રો થકી સ્વચ્છતા સંદેશ અપાયો

2024-09-23 16:51:22
જિલ્લાના ૧૦ ગામોમાં સ્વચ્છતા અંગેના ભીંતચિત્રો થકી સ્વચ્છતા સંદેશ અપાયો


સ્વચ્છતા હી સેવા અભિયાન અંતર્ગત રોજ અલગ અલગ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી રહી છે. 


આ અંતર્ગત આજે જિલ્લામાં સ્વચ્છ ગુજરાત એક નવી પહેચાન અંતર્ગત સ્વચ્છ ભારત અભિયાન હેઠળ બનેલ અસ્કયામતો પર સ્વચ્છતા અંગે જાગૃતિ કેળવવા સ્વચ્છતા હી સેવાનાં લોગો બનાવી યોજનાનું બ્રાન્ડીંગ તેમજ જાહેર સ્થળોએ સ્વચ્છતા અંગેના ભીંતચિત્રો થકી લોકોને સંદેશ આપવામાં આવ્યો હતો. આ અંતર્ગત પાદરાના ગણપતપુરા, વડોદરાના તતારપુરા, કરજણના ચોરંદા, વાઘોડિયાના બોડિદ્રા, સાવલીના સમલાયા, ડભોઇના વઢવાણા, પલાસવાડા, કુકસ અને સમસેરપુરા તથા શિનોર નગરમાં સ્વચ્છ ભારત મિશન (ગ્રા) યોજના અંતર્ગત બનેલ અસ્કયામતો પર સ્વચ્છતા અંગે જાગૃતિ કેળવવા સ્વચ્છતા હી સેવાનાં લોગો બનાવી યોજનાનું બ્રાન્ડીંગ કરવામાં આવ્યું હતું. 


આ સાથે જાહેર સ્થળોએ સ્વચ્છતા અંગેના ભીંતચિત્રો બનાવા લોકજાગૃતિ ફેલાય તે માટે વિશેષ પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી હતી.વધુમાં અભિયાન અંતર્ગત કરજણ તાલુકાની મિયાગામ કુમાર શાળા ખાતે સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત લોગો બનાવવાની હરીફાઈ રાખવામાં આવી હતી અને શ્રેષ્ઠ પ્રદર્શન કરનારને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ સાથે ગામની સખી મંડળની બહેનો દ્વારા ગામમાં જાગૃતિ કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા.

Reporter: admin

Related Post