અમદાવાદ: ગુજરાત યુનિવર્સિટીમાં આગામી શૈક્ષણિક સત્રથી ડ્યૂઅલ ડિગ્રીની અમલવારી શરૂ થવા જઈ રહી છે. યુનિવર્સિટીના સેનેટ હોલમાં કુલપતિની વિભાગના વડાઓ સાથેની બેઠક મળી હતી.
આ બેઠકમાં ડ્યૂઅલ ડિગ્રી પ્રોગ્રામ કઈ રીતે શરૂ કરવો અને એના અમલ અંગે ચર્ચા કરવામાં આવી હતી. વિદ્યાર્થીઓ રેગ્યુલર કોર્સ સાથે 3 વર્ષ સુધીની અન્ય ડિગ્રીનો કોર્સ પણ ભણી શકશે.નવી શૈક્ષણિક નીતિ હેઠળ ગુજરાત યુનિવર્સિટી શૈક્ષણિક વર્ષ 2025-26થી ડ્યૂઅલ ડિગ્રી પ્રોગ્રામ લોન્ચ કરવા જઈ રહી છે. ડ્યૂઅલ ડિગ્રી પ્રોગ્રામમાં અલગ અલગ 25 જેટલી ડિગ્રીનો અભ્યાસ કરી શકાશે.
વિદ્યાર્થીઓ સામાન્ય કોર્સ બીએ, બી કોમ, બીએસસી સાથે સાથે ત્રણ વર્ષ સુધીનો ડ્યૂઅલ ડિગ્રીનો અલગ અલગ 25 જેટલા કોર્સનો અભ્યાસ પણ કરી શકશે. આ તમામ કોર્સ ગુજરાત યુનિવર્સિટીના અલગ અલગ વિભાગમાં જ ચાલુ કરવામાં આવશે, જેથી વિદ્યાર્થીઓને બંને કોર્સની પરીક્ષાઓ આપી શકશે.
Reporter: admin