વડોદરા : કોર્પોરેશનની ચૂંટણીને ગણતરીના મહિનાઓ બાકી રહ્યા છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકા સ્ટેન્ડિંગ કમિટીમાં 197.37 કરોડના વિવિધ 28 કામોને મંજૂરી માટે રજૂ કરવામાં આવ્યા છે. ત્યારે આગામી ચોમાસા અગાઉ તમામ કામો પૂરા થશે કે કેમ એ અંગે શંકા કુશંકાઓ સેવાઈ રહી છે.
પાણી પુરવઠા શાખાના પૂર્વ ઝોન માટે વાર્ષિક હિજારાથી ઓપરેટર અને મજૂરો લેવાના કામે રૂપિયા 20 લાખ (140+20 લાખ)ની નાણાકીય મર્યાદા વધારીને રૂપિયા 160 લાખ કરવાનું કામ તથા વોર્ડ નં.5 માં નવી પાઇપ લાઇન નાખવાનું રૂપિયા 8,65,68,055 નું કામ ઉપરાંત પૂર્વ ઝોનમાં વહીવટી વોર્ડ 15માં નવી પાણીની લાઈન નાખવાના રૂપિયા 8,31,02,346નું કામ રજૂ કરાયું છે. આવી જ રીતે ઉત્તર ઝોનમાં નવી ડ્રેનેજ લાઈન રીપેરીંગ અને નાખવાના કામે રૂપિયા 7 કરોડનું કામ રજૂ થયું છે.
તથા છાણી મેઇન રોડથી કેનાલને સમાંતર સમા સાવલી રોડને જોડતો રસ્તો બનાવવાનું કામ રૂપિયા 15,34,41,116 નું કામ પણ રજૂ કરાયું છે. અને અટલાદરા 43 એમએલડી જુના ટ્રીટમેન્ટ પ્લાન્ટના ત્રણ વર્ષ માટે ઓપરેશન અને મેન્ટેનન્સનું કામ રૂપિયા 2,78,52,201નું કામ રજૂ કરવામાં આવ્યું છે. ઉપરાંત વોર્ડ 10માં આદિત્ય ગેલેરીથી ઋતુ સિલ્વરથી કેનાલ સુધી નવી ગટર લાઈન નાખવાનું રૂપિયા 73,66,496નું કામ સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી માટે રજૂ કરાયું છે. તથા વોર્ડ નંબર 10 માં સોલારીસ-2 થી ખોડીયાર ચોકડીથી એવરેસ્ટ અન્તારા સુધી નવી ગટર લાઈન નાખવાનું કામ રૂપિયા 83,86,526 નું કામ મંજૂરી માટે રજૂ કરાયું છે.
Reporter: admin







