12 જૂને પ્લેન ક્રેશ થયું અને હોસ્ટેલ બિલ્ડીંગ પર પડ્યું હતું જેમાં તેમાં મેડિકલ હોસ્ટેલ અને તેની આસપાસ રહેતા અન્ય 47 લોકો ઘાયલ થયા હતા. તેમાં 4 વિદ્યાર્થીઓનો જીવ ગયો છે એક મહિલાનો પણ જીવ ગયો છે.

ઘટનાની જાણ થતાં ઇન્ડિયન મેડિકલ એસોસિએશન ગુજરાત દ્વારા તત્કાળ 200 મેડીકલ સ્ટુડન્ટ્સને સ્થળ પર પહોંચવા કહ્યું હતું. વિદ્યાર્થીઓ તુરત જ સ્થળ પર પહોંચી ફસાયેલા લોકોને ફટાફટ બહાર કાઢવાની કામગીરી કરી હતી. સ્થળ પર ભારે ધુમાડો હતો પણ મેડિકલના વિદ્યાર્થીઓએ ફાયર બ્રિગેડ અને સરકારી તંત્રની સાથે મળીને તમામને બહાર કાઢ્યા હતા. આઇએમએ ગુજરાત દ્વારા બપોરે 2.20 વાગે અમદાવાદ શહેર ડોક્ટરને તમામને સારવાર મળે તે માટે સોશિયલ મીડિયામાં જાહેરાત કરી હતી. આઇએમએ અમદાવાદ વડોદરા દ્વારા ગુજરાતના તમામ શહેરોમાં મેસેજ આપ્યો કે આ આપણી નૈતિક જવાબદારી છે. આપણે મદદ કરવી જોઇએ જેથી અલગ અલગ વિભાગના 150 તબીબો અમદાવાદ સિવીલમાં પહોંચ્યા હતા. આ સાથે ખાનગી હોસ્પિટલોને પણ વિનંતી કરી કે તમે પણ સારવાર કરો. જેથી ઝાયડસ અને કેડી હોસ્પિટલ દ્વારા ફ્રી સારવારની જાહેરાત કરાઇ હતી.

આઇએમએ ગુજરાતના તબીબોએ સરાહનીય કામગીરી કરી હતી. તબીબો તત્કાળ સિવીલના કસોટી ભવનમાં પહોંચ્યા હતા અને જે હાજર પરિવારો હતા તેમના ડીએનએ ટેસ્ટીંગ ચાલુ કરાવ્યા હતા. વડોદરા શહેરના 31 પરિવાર હતા અને તેમના ટેસ્ટીંગ પણ કરાવ્યા. બધાજ રિપોર્ટ રવિવારે રાત્રે અને સોમવારે સવારે મળે અન સગાઓને સોંપવામાં આવે તેવી વ્યવસ્થા કરાઇ છે. ઉપરાંત વડોદરાથી 25 એમ્બ્યુલન્સ પાલિકા અને વડોદરા આઈ એમ એ પણ ઉપલબ્ધ કરાવી હતી. યુદ્ધના ધોરણે તમામ કામગીરી કરાઇ હતી. આઇએમએના રાષ્ટ્રીય બનનારા પ્રમુખ ડો.અનિલ નાઇકે મેડિકલ વિદ્યાર્થીઓને પણ ટાટા ગૃપ દ્વારા સહાય મળે તે માટે પત્ર લખાયો હતો અને તેમની કામગીરીના કારણે ટાટા ગૃપે પણ સહાયની જાહેરાત કરી હતી.

Reporter: admin







