શહેરના વારસીયા વિસ્તારમાં માથાભારે શખ્સોએ એક વ્યક્તિને ઘેરની બહાર બોલાવીને પાઇપ વડે ઢોર માર માર્યો હતો.

બનાવની માહિતી મુજબ વારસીયા વિસ્તારમાં રહેતા ગિરીશભાઇ નામના વ્યક્તિ પર મોહીત, જીતેન અને આકાશ નામના શખ્સોએ પાઇપ વડે જીવલેણ હુમલો કર્યો હતો. ગિરીશભાઇએ એસએસજી હોસ્પિટલમાં સારવાર લીધા બાદ જણાવ્યું હતું કે આ ત્રણ જણા જોડે મારા ભાઇને અગાઉ ઝઘડો થયો હતો અને તેની અદાવતમાં મને આજે ઘરની બહાર બોલાવીને પાઇપ વડે માર માર્યો હતો અને મારો મોબાઇલ ફોન અનેસોનાની ચેઇ છીનવીને ઇનોવા કાર લઇને ભાગી ગયા હતા. જો કે વારસીયા પોલીસના પીઆઇ વસાવાએ કહ્યું હતું કે આવો કોઇ બનાવ બન્યો હોય તેવું તેમની જાણમાં નથી.
Reporter: admin