News Portal...

Breaking News :

આઇએમએ વડોદરા દ્વારા બ્રાન્ડ એમ્બેસેડર ખેલૈયાઓ સાથે ગરબા યોજાયા

2025-09-10 10:13:49
આઇએમએ વડોદરા દ્વારા બ્રાન્ડ એમ્બેસેડર ખેલૈયાઓ સાથે ગરબા યોજાયા


નવરાત્રીને હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે તમામ ગરબા આયોજકો દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ઇન્ડિયન મેડિકલ એસોસિએશન વડોદરા ક્લબ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભવ્ય ગરબાનું આયોજન ઓપી રોડ ખાતે કરવામાં આવશે.


આને લઈ IMA હાઉસ ખાતે આજે બ્રાન્ડ એમ્બેસેડરોને એકત્ર કરી ગરબાની રમઝટ બોલાવવામાં આવી હતી. આ પ્રસંગે 200થી વધુ ખેલૈયાઓ સાથે સિંગર નિલેશ પરમાર પણ હાજર રહ્યા હતા અને ખેલૈયાઓ ગરબાની ધૂન પર ઝૂમી ઉઠ્યા હતા.વડોદરાનો આ નોન-કોમર્શિયલ ગરબા દિવ્યાંગ બાળકોના વિકાસ માટે આયોજિત કરવામાં આવે છે. સુરક્ષાની ખાસ કાળજી લેવામાં આવી છે – મેદાનમાં મેડિકલ બૂથ અને એમ્બ્યુલન્સ ઉપલબ્ધ રહેશે. દરરોજ 4 કેટેગરીમાં પ્રાઇઝ અપાશે અને મેગા પ્રાઇઝ પણ રાખવામાં આવ્યો છે.ગરબા ગ્રાઉન્ડ ઓપી રોડ પર રિલાયન્સ મોલ પાછળ આવેલ છે. અહીં ચુસ્ત સુરક્ષા બંદોબસ્ત કરવામાં આવ્યો છે, અને દરેક વ્યક્તિનું કાર્ડ વેરિફિકેશન થયા બાદ જ એન્ટ્રી આપવામાં આવશે. ગરબા મેદાનને CCTVથી પણ સજ્જ કરવામાં આવ્યું છે.આ ગરબાથી "પ્રયાસ સંસ્થા"ના બાળકોને મદદ કરવાનો આશય છે. છેલ્લા 3 વર્ષથી આઇએમએ વડોદરા દ્વારા આવા ગરબા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે જેમાં હજારો વડોદરાવાસીઓ ઉમટી પડે છે. આ વર્ષે પણ આઇએમએ વડોદરા વડોદરાવાસીઓને ગરબા રમવા માટે હાર્દિક આમંત્રણ પાઠવે છે.



આ નોન-કોમર્શિયલ ગરબા
વડોદરાનો આ નોન-કોમર્શિયલ ગરબા દિવ્યાંગ બાળકોના વિકાસ માટે આયોજિત કરવામાં આવે છે. સુરક્ષાની ખાસ વ્યવસ્થા સાથે મેડિકલ બૂથ, એમ્બ્યુલન્સ અને દરરોજ 4 કેટેગરીમાં પ્રાઇઝ તથા મેગા પ્રાઇઝ રાખવામાં આવ્યા છે.

Reporter: admin

Related Post