સબ ભૂમિ ગોપાલ કી ?
કોના દિશાસૂચનથી આગળ કોઈ કાર્યવાહી થઈ રહી નથી ?
જ્યારથી યુસુફ પઠાણ પાસે આ પ્લોટનો કબજો છે. ગેરકાયદેસર રીતે બાંધકામ કરેલ છે. તે દિવસથી આજરોજ સુધીનું ભાડું વસુલવું જોઈએ તથા પેનલ્ટી પણ કરવી જોઈએ.
નામદાર ગુજરાત હાઇકોર્ટનાં તા.21-08-2025નાં આખરી હુકમને નજર અંદાજ કરી હજી પણ વડોદરાનાં સત્તાધીશો યુસુફ પઠાણને વિશેષ લાભ આપી રહ્યા છે.સખ્તાઈ સાથે પાલિકાનાં સત્તાધીશો પોતાનો 978 ચોરસ મીટરનો આશરે 10,527 ચોરસ ફૂટનો પ્લોટ કેમ પરત લેતા નથી ? 2012 થી 2025 સુધી આ પ્લોટનો ગેરકાદેસર કબજો કેમ છોડાવી શકતા નથી.
ચેરમેન, મેયર,પ્રમુખ, કમિશનર, કોર્પોરેટરો, સ્ટેન્ડિંગ સભ્યો ધારાસભ્યો, સાંસદ કેમ ચૂપ છે ? રાજ્ય સરકારે તા.9- 6- 2014 ના રોજ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની દરખાસ્તને નામંજૂર કરી હતી. તેની જાણ પણ પાલિકાને કરી દેવામાં આવી હતી.પરંતુ 2014 થી સળંગ 2025 સુધી વડોદરામાં કોર્પોરેશને કોઈ કાર્યવાહી કરી ન હતી વોર્ડ ઓફિસર, જમીન મિલકત વિભાગ, કાયદા વિભાગ,કમિશનર, ડેપ્યુટી કમિશનર (પશ્ચિમ), ચેરમેન, મેયર, તમામની સીધી જવાબદારી બને છે.
Reporter: admin







