News Portal...

Breaking News :

વાઘોડિયા રોડ ઉમા ચાર રસ્તા પાસે ગણદેવીકર જવેલર્સના માલિકો દ્વારા રજાચિઠ્ઠી વિરુદ્ધનું તેમજ માર્જિનમાં અને પાર્કિંગમાં ગેરકાયદેસર બાંધકામ

2025-09-29 11:25:24
વાઘોડિયા રોડ ઉમા ચાર રસ્તા પાસે ગણદેવીકર જવેલર્સના માલિકો દ્વારા રજાચિઠ્ઠી વિરુદ્ધનું તેમજ માર્જિનમાં અને પાર્કિંગમાં ગેરકાયદેસર બાંધકામ


મહાનગર પાલિકાના અધિકારીઓએ અને પદાધિકારીઓએ બાંધકામ પરવાનગી શાખાને આપેલ ભ્રષ્ટાચારનો પરવાનો..
ગણદેવીકર જ્વેલર્સના માલિકો દ્વારા માર્જિન પાર્કિંગમાં ગેરકાયદેસર બાંધકામ...
વડોદરા મહાનગર પાલિકાના બાંધકામ પરવાનગી શાખા એટલે  ભ્રષ્ટાચારનુ વટવૃક્ષ 
બાંધકામ પરવાનગી શાખામાં ભ્રષ્ટાચાર સંદર્ભે કમિશનર મૌન.



ગેરકાયદેસર બાંધકામ, દબાણ અને ગોટાળાઓ પર કમિશનરે બદલી કરતા અધિકારીઓમાં ફફડાટ
ટી.પી. 22 તાંદલજા ખાતેના મહાનગરપાલિકાના રહેણાંક અનામત પ્લોટ પર સાંસદ યુસુફ પઠાણ દ્વારા વર્ષોથી દબાણ કરવામાં આવ્યું છે. છતાં અધિકારીઓએ દબાણ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી નથી...
બાંધકામ પરવાનગી શાખાનાં બાંધકામ તપાસનીસ, ડે.ટી.ડી.ઓ, ટી.ડી.ઓ. ફરજનાં ભાગરૂપે પોતાનાં વોર્ડમાં દરરોજ સ્થળ ઉપર વિઝીટ કરતા હોય છે. તેની ફરજના ભાગરૂપે અને ડ્યુટી મુજબ જ્યાં ગેરકાયદેસર બાંધકામ ચાલતુ હોય અને આપેલ રજાચિઠી વિરુદ્ધનું બાંધકામ થતું હોય તેને  તાત્કાલિક મનાઈ હુકમ આપી બંધ કરાવી અને તાત્કાલિક ગેરકાયદેસર બાંધકામ દૂર કરવાની gpmc એક્ટ મુજબ ની નોટિસ આપવાની હોય છે. પરંતુ ભષ્ટાચારમાં ગળાડુબ ઉમાચાર રસ્તા વાઘોડીયા રોડ પર વોર્ડમા ફરજ બજાવતા બાંધકામ તપાસનીસ, ડે.ટી.ડી.ઓ, ટી.ડી.ઓએ પોતાની ફરજ પત્યે બેદકારી રાખી અને  વાઘોડિયા રોડ પર  ટીપી સ્કીમ નંબર ૪ ના અંતિમખંડ નંબર ૩૬૭ માં આવેલ ઉમા ચાર રસ્તા પાસે સબાબ સોસાયટીનાં પ્લોટમાં માલેતુજાર ગણદેવીકર જવેલર્સના માલિકો દ્વારા બાંધકામ પરવાનગી શાખા માંથી મેળવેલ રજાચિઠ્ઠી વિરુદ્ધનું તેમજ માર્જિનમાં અને પાર્કિંગમાં ગેરકાયદેસર બાંધકામ કરેલ હોય તેથી બાંધકામ પરવાનગી શાખાના બાંધકામ તપાસની દ્વારા ફક્ત આપવા ખાતર બાં.પ. જા. નં.  ૨૧૮ વર્ષ ૨૫/૨૬ તારીખ ૭-૮-૨૦૨૫ ના રોજ જી.પી.એમ.સી. એક્ટ ની કલમ નં ૨૬૭ મુજબનું મનાઈ હુકમ આપવામાં આવેલ.સદર મનાઈ હુકમ તારીખ ૭-૮-૨૦૨૫  ના રોજ આપેલ  પરંતુ  બાંધકામ પરવાનગી શાખાના સદર વોર્ડનુ દેખરેખ રાખતા તેમજ ફરજ બજાવતા બાંધકામ તપાસની, ડેપ્યુટી ટીડીઓ, ટીડીઓએ તારીખ ૭-૮-૨૦૨૫ ના રોજ મનાઈ હુકમ આપ્યા બાદ કોઈપણ જાતની કાર્યવાહી કરેલ નથી. જે માર્જિન અને પાર્કિંગમાં રજાચિઠ્ઠી વિરુદ્ધનું  ગેરકાયદેસર બાંધકામ કરેલ છે,તે દૂર કરવા માટે કોઈપણ જાતની ૨૬૦/૧ ની કે ૨૬૦/૨ ની નોટિસ આપવામાં આવેલ નથી. ટી.ડી.ઓના ચોક્કસ આર્કિટેક્ટ અને માલિકો સાથે સમજૌતા કરી ભરપૂર ભ્રષ્ટાચાર કરેલ છે.  ગણદેવીકર જ્વેલર્સના માલિકો દ્વારા માર્જિન પાર્કિંગમાં ગેરકાયદેસર બાંધકામ કરેલું હોય તેથી ત્યાં આવતાં નાગરિકોને હાલમા અને ભવિષ્યમાં ફરજિયાત રોડ ઉપર પાર્કિંગ કરવું પડશે. 



રોડ પરના પાર્કિગ સંદર્ભ ત્યાં આવતા નાગરીકોને  ટ્રાફિક શાખા સાથે ખોટી તકરાર થશે.
સદર રોડ પરથી પસાર થતા નાગરિકોને મોટી મુશ્કેલીઓ ઊભી થશે. તેથી બાંધકામ તપાસની, ડે, ડે.ટી.ડી.ઓ,ટી.ડી.ઓએ ત્યાં આવતા નાગરિકોની મુશ્કેલીઓનુ પાર્કિંગની જરૂરિયાત મુજબનું ધ્યાન રાખી  સદર કોમ્પ્લેક્સમા માલેતુજારો દ્વારા માર્જિન, પાર્કિંગમાં, રજાચિઠ્ઠી વિરુદ્ધનું બાંધકામ કરેલું છે એને ૨૬૦|૧  ની નોટિસ આપીને તાત્કાલિક દૂર કરવું જોઈએ.

ટીડીઓના આશીર્વાદ થી શહેરમાં ઠેરઠેર ગેરકાયદેસર બાંધકામનો રાફડો
તાંદલજા વિસ્તારમાં આવેલ વિક્રમા -૨ રહેણાંક ટાવરનું બાંધકામ, તાંદલજા વિસ્તારમાં ટી.ડી.ઓ.પી.૨૩ મા ટી.પી.ના રોડમા કબજો, મહાનગર પાલિકાના રીઝવેઁઁશન પ્લોટનો કબજો. ઊર્મી ચાર રસ્તા પાસે રહેણાંક વિસ્તારમાં ગેરકાયદેસર આયુર્વેદિક હોસ્પિટલનું કૌભાંડ, ગોત્રી વિસ્તારમાં વિદ્યામંદિર શાળાનું ગેરકાયદેસર ત્રીજા માળનું બાંધકામ – જેતલપુર રોડ પર નોન-ઓબનોક્ષિસ ઔદ્યોગિક ઝોનમા ગેરકાયદેસર બાંધકામ પરવાનગીઓ,દિવાળીપુરા રોડ ઉપર MLA દ્વારા cgdcr વિરુદ્ધનું ચાર માળનુ બાંધકામ વગેરે આ તમામ કિસ્સાઓ માત્ર જુજ ઉદાહરણો છે.ગોત્રી વિસ્તારમાં શાળા સંચાલકો પરવાનગી વિના માળ ઊભા કરી વિદ્યાર્થીઓને જીવના જોખમે લોખંડની સીડી પરથી ક્લાસમાં જવા મજબૂર કરી રહ્યા છે. છતાં બાંધકામ પરવાનગી શાખાના અધિકારીઓ કર્મચારી ઓ કાર્યવાહી  કરતા નથી. શાળાની અંદર જ ટ્યુશન ક્લાસ ચલાવવામાં આવી રહ્યો છે. અને જિલ્લા શિક્ષણ અધિકારી ની કચેરી દ્વારા માત્ર તપાસનાં આદેશ અપાયા બાદ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. આ પરિસ્થિતિએ સવાલો ઉભા કર્યા છે કે કયા રાજકીય દબાણ હેઠળ અધિકારીઓ કાયદાનું પાલન કરતા નથી? અને ભરપૂર ભ્રષ્ટાચાર કરે છે.

ઓમ આર્યુવેદીક હોસ્પિટલ ગેરકાયદેસર રીતે રહેણાંકમાં ચાલી રહી છે.
શહેરના ઉર્મિ ચાર રસ્તા પાસે આવેલ ઓમ આયુર્વેદિક હોસ્પિટલ જે સંચાલક દ્વારા ગેરકાયદેસર રીતે રહેણાંક વિસ્તારની અંદર જ ચાલી રહ્યું છે. આજુબાજુ વિસ્તારના સ્થાનિકો અને વેપારીઓ દ્વારા પાલિકામાં કલેકટરમાં અને મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવી છે. પરંતુ મહાનગરપાલિકાના બાંધકામ પરવાનગી દ્વારા કોઈપણ પ્રકારે કડક પગલાં લેવામાં આવ્યા નથી. મહત્વની વાત છે કે હોસ્પિટલના કારણે મુખ્ય માર્ગ ઉપર પાર્કિંગની- ટ્રાફિકની અવ્યવસ્થા ઊભી થઈ રહી છે. છતાં પણ પાલિકાનાં બાંધકામ પરવાનગીના કમેચારીઓ, અધિકારીઓ કોઈપણ પ્રકારની કાર્યવાહી કરતા નથી. સ્થાનિક રહીશો પણ મુશ્કેલીમાં છે.

ટાઉન પ્લાનિંગ શાખામાં વિકાસ પરવાનગીનો ગોટાળો
મહાનગર પાલિકાની ટાઉન પ્લાનિંગ (બાંધકામ પરવાનગી) શાખા વિકાસ પરવાનગીઓમાં મસમોટા ગોટાળા કરી રહી હોવાના આક્ષેપો છે. નિયમ પ્રમાણે, રહેણાંક એન.એ. ઓર્ડર ધરાવતી જમીન પર જો વ્યાપારી બાંધકામ કરવું હોય તો કલેકટર કચેરીથી રીવાઈઝ્ડ એન.એ. ઓર્ડર લેવું જરૂરી છે.પરંતુ પશ્ચિમ ઝોનના ઉર્મી ચાર રસ્તા નજીકના કેસમાં રીવાઈઝ એન.એ. ઓર્ડર વગર જ વિકાસ પરવાનગી આપવામાં આવી છે. પાંચ વર્ષના કેસોની તપાસ કરવામાં આવે તો મોટા પાયે આવી અનિયમિતતાઓ સામે આવે તેવી સંભાવના છે. આ કારણે માત્ર ભ્રષ્ટાચાર જ નહિ પરંતુ સરકારને અને મહાનગર પાલિકાને રેવન્યુ આવકમાં પણ નુકસાન થયું છે.

અધિકારીઓની સેટિંગ અને સરકારી તિજોરીને નુકસાન

બાંધકામ પરવાનગી શાખાના ટી.ડી.ઓના
ચોક્કસ આર્કિટેક્ટોના કેસોમાં રીવાઈઝ્ડ એન.એ. હુકમ વગર વિકાસ પરવાનગી આપવામાં આવી છે. આ કારણે સરકારને લાખો રૂપિયાની આવક ગુમાવવી પડી છે. કારણ કે રીવાઈઝ્ડ એન.એ. ઓર્ડર મેળવતી વખતે જ સરકારને રેવન્યુ મળે છે. આવા કેસોમાં બાંધકામ તપાસનીસ, ડે.ટી.ડી.ઓ. અને ટી.ડી.ઓ.ની સીધી સંડોવણી હોવાનો આક્ષેપ છે.

પાલિકાની માલિકીના પ્લોટ પર દબાણ: બાંધકામ તંત્રની બેદરકારી
તાંદલજા વિસ્તારની ટી.પી. સ્કીમ નં. 23 માં નિવૃત્ત પોલીસ અધિકારીના પુત્રોએ લો-રાઈઝ ટાવરો માટે પરવાનગી મેળવી હતી. પરંતુ ડેવલપરોએ મહાનગર પાલિકાના માલિકીના અનામત પ્લોટ પર કબ્જો કરી ટી.પી. રોડ પર ગેરકાયદેસર દબાણ કરી ગેટ બનાવી દીધો. ટાવરોમાં ગેરકાયદેસર પેન્ટહાઉસ ઊભા કરાયા છતાં મોટો ભ્રષ્ટાચાર કરીને completion_ અને occupation certificate આપવામાં આવ્યા છે. ગેરકાયદેસર પેન્ટહાઉસની ઇમ્પેક્ટ મંજૂર કરેલ છે. અમારી જાણ મુજબ ફાયર વિભાગનુ પણ  NOC મેળવેલ નથી.સ્થાનિક લોકોનાં આક્ષેપ છે કે આ મંજૂરી સીધો ભ્રષ્ટાચાર છે અને બાંધકામ પરવાનગી શાખાના કર્મચારીઓ અધિકારીઓ રાજકીય આશીર્વાદથી અને ભષ્ટાચાર કરી ગેરકાયદેસર ફાઈલો મંજૂર કરે છે.
ભ્રષ્ટ અધિકારીઓ સામે ઓપરેશન ગંગાજળની સ્કીમથી પગલા ભરવામા આવે.
મહાનગરપાલિકાના બાંધકામ વિભાગમાં ચાલી રહેલા ગોટાળા, ગેરકાયદેસર બાંધકામ અને દબાણની ઘટનાઓ નાગરિકોમાં અસંતોષ પેદા કરી રહી છે. સરકારની તિજોરીને નુકસાન થવા સાથે જ શહેરમાં અંધાધુંધી વિકાસ થયો છે.વરસાદી ઋતુમાં નાગરીકોને મુશ્કેલીઓ વેઠવી પડી છે.તેથી નાગરિકોની સ્પષ્ટ માંગ છે કે ટાઉન પ્લાનિંગ અને બાંધકામ પરવાનગી શાખાની તમામ ફાઈલોમાં વિજિલન્સ દ્વારા પારદર્શક તપાસ કરવામાં આવે. તેમજ ગેરકાયદેસર બાંધકામોને કાયદેસર બનાવનારા અધિકારીઓ સામે ઓપરેશન ગંગાજળ હેઠળ  કાયદેસર પગલાં લેવામાં આવે.
કમિશનરના એક્શનથી અધિકરીઓમાં ફફડાટ..
મહાનગર પાલિકાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુએ તાજેતરમાં ગંંભીર ફરિયાદો મળવાના આધારે અધિકારીની બદલી કરી છે. આ પગલાં બાદ બાંધકામ પરવાનગી શાખાના ટી.ડી.ઓ. અને ડે.ટી.ડી.ઓ. બાંધકામ તપાસનીસ, બાંધકામ પરવાનગી શાખા અને ટી.પી.વિભાગમા પુષ્કળ ફરીયાદો કમિશનરને મળવાથી  અધિકારીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે. ઘણા અધિકારીઓ ફોન સુધી ઉપાડતા નથી અને બદલીના ભયમાં છે.

Reporter: admin

Related Post