News Portal...

Breaking News :

છેતરપિંડીનો ભોગ બનેલા ગ્રાહકની બેંક વિગત મળે તો રકમ લુટાતી બચાવી શકાય

2025-01-23 18:17:12
છેતરપિંડીનો ભોગ બનેલા ગ્રાહકની બેંક વિગત મળે તો રકમ લુટાતી બચાવી શકાય




બેંકોની બેદરકારી પણ જવાબદારી હોય છે તેને ધ્યાનમાં રાખીને પોલીસ અને બેંક અધિકારીઓ વચ્ચે મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. 

દેશ અને તેની સાથો સાથે વડોદરા શહેરમાં ડિજિટલ એરેસ્ટ અને સાયબર ફોડના વધી રહેલા બનાવો માટે બેંકોની ભૂમિકા કેટલાક અંશે કારણભૂત હોવાનું કેટલાક કિસ્સા સામે આવ્યા છે. તેના પગલે શહેર પોલીસે વિવિધ બેંકોના અધિકારીઓ સાથે મીટીંગનું આયોજન કર્યું હતું. સાયબર ફ્રોડના કિસ્સાઓ રોકવા માટે બેંકો ખૂબ જ સહાયરૂપ થઈ રાકે તેમ હોવાથી વધુ સતર્કતા રાખવા માટે કેટલીક સૂચનાઓ આપવામાં આવી હતી. 

પોલીસે ભોગ બનેલાઓના બેંકના ઉચ્ચ અધિકારીઓને ગ્રાહકોના બેંક એકાઉન્ટની ડીટેલ જેટલી બને તેટલીત્વરિત મળે તો રકમ લુટાતી બચી જાય તેમ હોવાનું કહ્યું હતું. ઓનલાઈન ઠગો દ્વારા બોગસ એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવતો હોય છે." પ્રવૃત્તિ માટે બેંક અકાઉન્ટ (ત્રાહિત વ્યક્તિના નામે ત્વરિત ખુલી જતા ખાતા)નો ઉપયોગ કરવામાં આવતો હોવાપી આવા એકાઉન્ટ ખોલવામાં ખૂબ જ તકેદારી રાખવા સૂચના આપવામાં આવે.

Reporter: admin

Related Post