News Portal...

Breaking News :

આયુર્વેદિક ઉપચાર : ગળાના દર્દ અને ઉપચાર

2025-01-23 18:01:56
આયુર્વેદિક ઉપચાર : ગળાના દર્દ અને ઉપચાર



- લવીંગને સેકી મોઢામાં રાખી ચૂસવાથી ગળાનો સોજો ઓછો થાય છે અને અવાજ બેસી ગયો હોયતો ખુલે છે.
- સાકરની ગાગડી મોઢામાં રાખી ચૂસવાથી અવાજ ખુલે છે.
- ભોજન કર્યા પછી મરીનું ચૂર્ણ ઘી સાથે ખાવાથી અવાજ બેસેલો ખુલે છે.
- રાત્રે શેકેલા ચણા ખાઈ ઉપર ગરમ પાણી પીવાથી અવાજ બેસી ગયો હોય તે ખુલે છે.
- પાકું દાડમ ખાવાથી અવાજ બેસેલો ખુલે છે.
- ગરમ પાણીમાં હિંગ નાખી પીવાથી અવાજ બેસેલો ખુલે છે.
- ગરમ દૂધમાં થોડી હળદર નાખી પીવાથી ગળું બેસેલું ખુલે છે.
- મીઠાના ગરમ પાણીના કોગળા કરવાથી ગળું બેસી ગયુ હોય તે ખુલે છે.
- તુલસીના પાન ચાવવાંથી તથા તુલસીના પાનના ઉકાળાના કોગળા કરવાથી મોંની દુર્ગંધ મટે છે.
- લસણને ખુબ લસોટી મલમ જેવું કરી, કપડાં પર લગાડી પટ્ટી બાંધવાથી ગળું સાફ થાય છે.

Reporter: admin

Related Post