News Portal...

Breaking News :

ભાજપને સત્તા પર બેસાડી શકીએ છીએ તો હટાવી પણ શકીએ છીએ:કોર્પોરેટર જાગૃતિ કાકાનો ઘેરાવ

2024-09-25 17:13:56
ભાજપને સત્તા પર બેસાડી શકીએ છીએ તો હટાવી પણ શકીએ છીએ:કોર્પોરેટર જાગૃતિ કાકાનો ઘેરાવ


વડોદરા : પૂરમાં કોઈ જોવા આવ્યું નથી, સત્તા પર બેસાડી શકીએ તો હટાવી પણ શકીએ છીએ. શ્રીજી સોસાયટીના રહીશોએ કોર્પોરેટરને કહ્યું, સરવે નથી થયો અને સહાય પણ નથી મળી. તેવી હૈયા વરાળ ઠાલવી હતી.


કોર્પોરેટરે સોસાયટી કોણે સાફ કરાવી,તેમ પૂછતાં રહીશોએ પરખાવ્યું, અમે જાતે કરી શ્રીજી સોસાયટીમાં કોઈ સફાઈ માટે આવ્યું નથી, તેવી ફરિયાદ સાંભળી કોર્પોરેટર જાગૃતિ કાકાએ વળતો સવાલ કર્યો હતો. તેમણે કહ્યું કે, તો કોણે સફાઈ કરાવી? જેથી રહીશોએ રોકડું પરખાવ્યું કે, અમે જાતે સાફ કરી છે. જાગૃતિ કાકાએ અધિકારીઓને સોસાયટીમાં સફાઈ માટે કેમ ન ગયા, તેવો સવાલ કરતાં અધિકારીએ સંભળાવ્યું કે, કડકબજારમાંથી સમય નથી મળ્યો અને તમે પણ ત્યાં જ તો હતાં.વિશ્વામિત્રીના પૂર બાદ ઠેર ઠેર ભાજપના નેતાઓ, ધારાસભ્યો અને કાઉન્સિલરોનો વિરોધ થઈ ગયો છે, જે અટકવાનું નામ લઈ રહ્યો નથી. તેવામાં ભાજપ કાર્યાલય પાસેની શ્રીજી સોસાયટીના રહીશોએ કોર્પોરેટર જાગૃતિબેન કાકાનો ઘેરાવો કરી આડેહાથ લીધાં હતાં. 


રહીશોએ આક્રોશ ઠાલવતાં કહ્યું કે, પૂરમાં અને પૂર બાદ કોઈ જવા નથી આવ્યું તમને વોટ આપ્યો એ બેસાડી શકીએ છીએ તો હટાવી શકીએ છીએ.વોર્ડ 13માં સયાજીગંજ ભાજપ કાર્યાલય પાસે શ્રીજી હાઉસિંગ સોસાયટી આવેલી છે. ત્યાંના રહીશોએ પાણીના પ્રશ્ન મુદ્દે સ્થાનિક કોર્પોરેટર જાગૃતિ કાકાને ફરિયાદ કરતાં તેઓ સ્થળ પર આવી પહોંચ્યાં હતાં. જ્યાં રહીશોએ તેમનો ઘેરાવો કરી ઉગ્ર આક્રોશ ઠાલવ્યો હતો. રહીશ જયશ્રીબેન પંડડ્યાએ કહ્યું કે,પૂર અને પૂરની સ્થિતિ બાદ ભાજપના એકપણ નેતા જોવા સુધ્ધાં આવ્યા નથી.તદુપરાંત સરવે નથી કરાયો કે કેશડોલ નથી આપી. ભાજપ કાર્યાલય નજીકમાં છે, પરંતુ સફાઈ માટે તંત્ર આવ્યું નથી. રહીશોએ સફાઈ કરવી પડી.રહીશોએ કહ્યું કે, સહાય નથી જોઇતી, પણ જોવા તો આવવું જોઈએને. ભાજપને વોટ આપીને ભૂલ કરી છે, હવે વોટ લેવા આવતા નહીં. અમે ભાજપને સત્તા પર બેસાડી શકીએ છીએ તો હટાવી પણ શકીએ છીએ. લોકોની રજૂઆત બાદ વોર્ડના અધિકારીઓ દોડી ગયા હતા.

Reporter: admin

Related Post