News Portal...

Breaking News :

એક વોર્ડ અથવા બેઠક પર ૧૪થી વધુ ઉમેદવાર થશે તો બે ઇવીએમ મુકવા પડશે

2026-04-15 11:19:11
એક વોર્ડ અથવા બેઠક પર ૧૪થી વધુ ઉમેદવાર થશે તો બે ઇવીએમ મુકવા પડશે


વડોદરા : મહાપાલિકા સહિતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોઈ એક વોર્ડ અથવા બેઠક પર ૧૪થી વધુ ઉમેદવાર થશે તો બે ઇવીએમ મુકવા પડશે. 


એક ઇવીએમમાં નોટા સહિત ૧૬ બટન હોય છે તેથી ૧૬ થાય અથવા તેનાથી વધુ ઉમેદવાર થાય તો બે ઇવીએમ મુકવા પડશે તેથી ઉમેદવારની સંખ્યા ઓછી રહેશે તો તંત્રને રાહત થશે, જો ઉમેદવારની સંખ્યા વધશે તો ચૂંટણી તંત્રની કસરત વધશે તેમ જણાય રહ્યુ છે. એક વોર્ડમાં ૧૪ કરતા વધુ ઉમેદવાર થાય તો તે વોર્ડના તમામ મતદાન મથક પર બે બેલેટ યુનીટ મુકવા પડશે. ૧૪ ઉમેદવાર સુધી માત્ર ૧ ઇવીએમ જ મુકવુ પડશે. 


ભાવનગર મહાપાલિકા અને નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવારોની સંખ્યા વધુ હોય છે તેથી આ ચૂંટણીમાં ઉમેદવારોની સંખ્યા વધશે તો બે ઇવીએમ મુકવા પડે તેવી શકયતા છે. એક વોર્ડમાં ભાજપના ૪, કોંગ્રેસના ૪, આમ આદમી પાર્ટીના ૪, અન્ય પાર્ટી તેમજ અપક્ષ વગેરે ઉમેદવારની સંખ્યા ૧૪ કરતા વધી જવાની શકયતા તેથી કેટલાક વોર્ડમાં બે ઇવીએમ મુકવા પડશે તેમ જણાય રહ્યુ છે.

Reporter: admin

Related Post