News Portal...

Breaking News :

ગણેશજી મુર્તી ખંડીત થશે તો જવાબદાર કોણ.?

2025-08-24 15:51:24
ગણેશજી મુર્તી ખંડીત થશે તો જવાબદાર કોણ.?


વડોદરા : શહેરમાં આવેલા ફતેગંજ બ્રિજ થી કાલાઘોડા જવાનાં મુખ્ય માર્ગ પર પુષ્કળ પ્રમાણમાં મસ મોટા ખાડા પડી ગયા છે. 


ટુંક સમય પહેલાં જ સાંસદ હેમાંગ જોશી દ્વારા સુચનાઓ આપવામાં આવી હતી. છતાં હાલમાં ખાડા યથાવત જોવા મળે છે ત્યારે સામાજીક કાર્યકર કમલેશ પરમાર દ્વારા વધુમાં જણાવ્યું હતું કે સ્થાનિક નગરસેવકો અને અધિકારીઓ જ્યારે ઉચ્ચ કક્ષાના મંત્રી, જંત્રી આવતા હોય છે,ત્યારે લખોટી ગગડે તે રીતે કામગીરી કરવામાં આવે છે રોડ રસ્તા પર મેકઅપ પાવડર લગાવીને દેખાડો કરવામાં આવે છે ત્યારે રાહદારીઓ ટેક્ષ વેરા એડવાન્સ ભરી રહ્યા છે છતાં સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં નથી આવી રહીં 


બીજી બાજુ ટ્રાફિક જન જાગૃતિ હેઠળ હેલ્મેટ અને સીટ બેલ્ટ નાં નામે ઈ ચલણ આપવામાં આવે છે ત્યારે પોલીસ કમિશનર દ્વારા કોર્પોરેશનના અધિકારીઓ અને કર્મચારીઓ નોટીસ સાથે દંડ ફટકારવામાં આવશે.?વડોદરા શહેરના રાહદારીઓની સુરક્ષા વ્યવસ્થા તેમજ આવનારા દિવસોમાં ગણેશ મહોત્સવ દરમિયાન અનેક ગણેશજીની સવારી જોવા મળશે જો કોઈપણ ગણેશજી મુર્તી ખંડીત થશે તો જવાબદાર કોણ.?આ રોડ ની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં નહીં આવે તો આવનારા દિવસોમાં નરેન્દ્ર મોદીનાં ફોટા મુકીને તંત્રને જગાડવાનો પ્રયત્ન કરવામાં આવશે તેની સંપૂર્ણ જવાબદારી સ્થાનિક કોર્પોરેટરો ધારાસભ્યો અને અધિકારીઓની રહેશે.

Reporter: admin

Related Post