દિલ્હી : વક્ફ સંશોધન કાયદો અને પૉકેટ વીટો મામલે ચાલી રહેલા વિવાદ વચ્ચે ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ સોશિયલ મીડિયા પર પોતાની પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે, જો કાયદો બનાવવાનું સુપ્રીમ કોર્ટનું કામ બની ગયું છે, તો પછી સંસદ ભવનને બંધ કરી દેવું જોઈએ.
ઝારંખંડની ગોડ્ડા બેઠક પરથી ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ એક્સ પર પોસ્ટ શેર કરતા લખ્યું કે, 'જો કાયદો સુપ્રીમ કોર્ટ જ બનાવશે તો સંસદ ભવન બંધ કરી દેવું જોઈએ.' આ પહેલાં સુપ્રીમ કોર્ટમાં વક્ફ કાયદા પર સુનાવણી પહેલાં કેન્દ્રીય મંત્રી કિરેન રિજજુએ કહ્યું હતું કે, 'મને સંપૂર્ણ વિશ્વાસ છે કે, કોર્ટ ધારાસભાના મામલે દખલગીરી નહીં કરે. આપણે એક-બીજાનું સન્માન કરવું જોઈએ. જો કાલે સરકાર ન્યાયપાલિકામાં દખલગીરી કરે તો યોગ્ય નહીં ગણાય. સત્તાઓનું વિભાજન સારી રીતે વ્યાખ્યાયિત થયેલું છે.'
Reporter:







