વેલિગટન: સોશિયલ મીડિયા હવે ઘણાં એડલ્ટ કન્ટેન્ટ જોવા મળે છે, તેમજ બાળકોની સતામણી પણ ઘણી કરવામાં આવે છે. આ કારણે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સોશિયલ મીડિયા પર બેન કરવા માટે ન્યુઝીલેન્ડમાં એક નવી પહેલ શરૂ કરવામાં આવી છે.
ન્યુઝીલેન્ડની સરકારનું માનવું છે કે સોશિયલ મીડિયાના જેટલા ફાયદા છે એટલું જ બાળકો માટે તે ખતરનાક છે.
ન્યુઝીલેન્ડના પ્રાઇમ મિનિસ્ટર ક્રિસ્ટોફર લક્સન દ્વારા એક બિલ રજૂ કરવામાં આવ્યું છે, જે ઇન્ટરનેટથી બાળકોને સુરક્ષિત રાખવા માટે 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને સોશિયલ મીડિયા પર પ્રતિબંધ મૂકવાની માંગ કરે છે. દુનિયાભરના ઘણાં દેશોમાં બાળકોની શારીરિક અને માનસિક આરોગ્ય માટે અનેક પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યાં છે. આ કારણે લક્સન દ્વારા આ બિલમાં રજૂ કરવામાં આવ્યું છે કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ યુઝર્સની ઉંમર વેરિફાઈ કરે. જો કોઈ 16 વર્ષથી નાની ઉંમરનો બાળક સોશિયલ મીડિયા પર જોવા મળે, તો કંપનીને 2 મિલિયન ન્યુઝીલેન્ડ ડોલરનો દંડ કરવામાં આવશે.
લક્સન કહે છે, ‘સમય આવી ગયો છે કે ન્યુઝીલેન્ડ સ્વીકાર કરે કે સોશિયલ મીડિયા માટે કેટલીક સારી બાબતો હોય પણ તે બાળકો માટે હંમેશા સારી નથી. તેથી, આ પ્લેટફોર્મ પર નિયંત્રણ લાવવામાં આવે જેથી બાળકો ખરાબ કન્ટેન્ટ, સાઇબર બુલિંગ અને સતામણીથી દૂર રહી શકે.’આ બિલ ક્યારે પાર્લામેન્ટમાં રજૂ કરવામાં આવશે, એ અંગે હજુ કોઈ સ્પષ્ટતા આપવામાં આવી નથી. જોકે, પ્રાઇમ મિનિસ્ટરને આશા છે કે તેમને તમામ લોકોનો ટેકો મળશે. આ કાયદાને તેમની નેશનલ પાર્ટી દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે, અને ન્યુઝીલેન્ડ સરકાર માટે દરેક પાર્ટીનો ટેકો જરૂરી છે. જો ટેકો મળ્યો, તો જ આ કાયદો અમલમાં આવશે.ઓસ્ટ્રેલિયા દ્વારા આ ઐતિહાસિક નિર્ણય પહેલાથી જ લેવામાં આવ્યો છે.
Reporter: admin







