News Portal...

Breaking News :

મહિલા સાંસદે એઆઇ-ડીપફેકના દુરુપયોગને અટકાવવા કાયદો ઘડવાની માગણી કરી

2025-06-04 10:27:55
મહિલા સાંસદે એઆઇ-ડીપફેકના દુરુપયોગને અટકાવવા કાયદો ઘડવાની માગણી કરી


વેલિંગ્ટન : ન્યૂઝિલેન્ડમાં એક મહિલા સાંસદ પોતાની જ એક ન્યૂડ તસવીર લઇને સંસદમાં પહોંચી હતી, એઆઇની મદદથી તૈયાર કરાયેલી આ તસવીરથી મહિલા સાંસદે લોકોને સંદેશો આપ્યો કે એઆઇ-ડીપફેક કેટલુ ખતરનાક છે, તેમણે તેના દુરુપયોગને અટકાવવા કાયદો ઘડવાની માગણી કરી હતી.  



ન્યૂઝિલેન્ડની એસીટી પાર્ટીની સાંસદ લોરા મેક્લ્યોર સંસદમાં ખુદની એઆઇ જનરેટેડ તસવીર લઇને પહોંચી હતી, આ તસવીરમાં સાંસદ સંપૂર્ણપણે ન્યૂડ દેખાડવામાં આવી છે. તેણે સંસદમાં તમામ લોકોને આ તસવીર દેખાડીને કહ્યું હતું કે આ મારી તસવીર છે પરંતુ તે અસલી નથી. મે ખુદ મારી આ એઆઇ તસવીર તૈયાર કરી છે જેને બનાવવામાં મને માત્ર પાંચ જ મિનિટનો સમય લાગ્યો છે. 


મહિલા સાંસદે એઆઇ અને ડીપફેકના ખતરનાક પરિણામો અંગે ચિંતા વ્યક્ત કરી હતી, તેમણે કહ્યું હતું કે હું સંસદના સભ્યોને જણાવવા માગુ છુ કે આ કેટલુ ખતરનાક છે, આ પ્રકારની ડીપફેક તસવીરો અને વીડિયોને કારણે ભારે નુકસાન થઇ રહ્યું છે. ટેક્નોલોજી કોઇ પરેશાની નથી પરંતુ મૂળ પરેશાની તો તેનો દુરુપયોગ છે. લોકો એઆઇ કે ડીપફેકની મદદથી આવી તસવીરો બનાવીને નાગરિકોને પરેશાન કરી રહ્યા છે. જેને અટકાવવા માટે કાયદો ઘડવો જોઇએ. ન્યૂઝિલેન્ડની સંસદમાં એક બિલ પર ચર્ચા થઇ રહી છે જેમાં મંજૂરી વગર ડીપફેક બનાવવા કે તેને જાહેર કરવુ ગુનો માનવામાં આવી શકે છે.

Reporter: admin

Related Post