મહિલા PI સી.એચ. આસોદરા અને કોન્સ્ટેબલે લાફો મારવાની ઘટનાએ વકીલ આલમમાં ભારે આક્રોષ જગાવ્યો

વડોદરાના કોર્ટ પરિસરમાં બનેલી એક વિવાદાસ્પદ ઘટનાએ ન્યાય તંત્ર અને પોલીસ તંત્ર વચ્ચેના સંબંધો અંગે ચર્ચા જગાવી છે. મળતી માહિતી અનુસાર, વડોદરા કોર્ટ પરિસરમાં અમદાવાદના વકીલ સાથે ગોરવા પોલીસ સ્ટેશનની મહિલા PI સી.એચ. આસોદરા અને કોન્સ્ટેબલે લાફો મારવાની ઘટનાએ વકીલ આલમમાં ભારે આક્રોષ જગાવ્યો છે. ઘટનાની ગંભીરતા બાદ, વડોદરાના પોલીસ કમિશનરે ગોરવા પોલીસના સેકન્ડ પીઆઇ PI સી.એચ. આસોદરાની તાત્કાલિક બદલી કરી છે અને તેમને "લીવ રિઝર્વ" પર મુકવામાં આવ્યા છે. ઉપરાંત, ઘટના સાથે સંકળાયેલા કોન્સ્ટેબલની પણ પોલીસ હેડક્વાર્ટર ખાતે બદલી કરવામાં આવી છે.વકીલ તરફથી લેખિતમાં ફરિયાદ નોંધાવાતા, પોલીસ વિભાગે કાર્યવાહી શરૂ કરી છે. તપાસનો ચાર્જ એસીપી એ.વી. કાટકડને સોંપવામાં આવ્યો છે. અધિકારીઓએ ખાતરી આપી છે કે સમગ્ર મામલે તટસ્થ અને ન્યાયસંગત તપાસ કરવામાં આવશે.

ઉલ્લેખનિય છે કે સોમવારે વડોદરા શહેરના કોર્ટ પરિસરમાં એક ગંભીર ઘટના બની હતી જેમાં ગોરવા પોલીસ સ્ટેશનની સેકન્ડ મહિલા PI સી.એચ. આસોદરા સામે અમદાવાદના વકીલ શેખ મહમંદ આદિલ સાથે ઉગ્ર બોલાચાલી બાદ તેમને બે લાફા મારવાનો ગંભીર આક્ષેપ થયો હતો. મળતી માહિતી અનુસાર, PI આસોદરા એક ગુનાહિત કેસના આરોપીને કોર્ટમાં હાજર કરવા આવ્યા ત્યારે. અહીં કોઈ મુદ્દે વકીલ શેખ મહમંદ આદિલ સાથે તેમની ઉગ્ર બોલાચાલી થઈ. વાતવિવાદ એટલો વધી ગયો કે બાદમાં PI પર બે લાફા મારવાનો આક્ષેપ થયો છે. ઘટના બાદ કોર્ટ પરિસરમાં ચકચાર મચી ગઈ હતી અને વકીલ વર્તુળમાં ભારે રોષ વ્યાપી ગયો હતો.ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ વડોદરાના પોલીસ કમિશનરે PI સી.એચ. આસોદરાની તાત્કાલિક બદલી કરી તેમને "લીવ રિઝર્વ" પર મુકવાની કાર્યવાહી કરી છે. કોન્સ્ટેબલને પણ પોલીસ હેડક્વાર્ટર ખસેડવામાં આવ્યો છે. સમગ્ર મામલાની તપાસનો એસીપી એ.વી. કાટકડને સોંપવામાં આવી છે.વડોદરા વકીલ મંડળે આ ઘટનાની ગંભીર નોંધ લઈને PI આસોદરાને તાત્કાલિક સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી.

Reporter: admin