News Portal...

Breaking News :

ITM(SLS) બરોડા યુનિવર્સિટી એ એલેમ્બિક સિટીમાં વડોદરા ખાતે સ્કૂલ ઓફ ડિઝાઇનનું ઉદઘાટન રાખ્યું છે. ડિઝા

2024-05-18 19:21:12
ITM(SLS) બરોડા યુનિવર્સિટી એ એલેમ્બિક સિટીમાં વડોદરા ખાતે સ્કૂલ ઓફ ડિઝાઇનનું ઉદઘાટન રાખ્યું છે.  ડિઝા


ITM(SLS) બરોડા યુનિવર્સિટી ખાતે સ્કૂલ ઓફ ડિઝાઇન 19, મે ના રોજ એલેમ્બિક સીટી ખાતે તેની લોન્ચ ઇવેન્ટ સાથે ડિઝાઇન એજ્યુકેશન ની ધરા ઉપર ભવ્ય પ્રવેશ કરવા માટે તૈયાર છે. ફેશન શો અને વિખ્યાત બ્રાન્ડ્સ દ્વારા એક્ઝિબ્યુશન તથા મહેમાનો, ઇન્ફ્લુએન્સર, બ્લોગર્સ, ડિઝાઈનરો, મીડિયા અને ડિઝાઇનર બિરાદરીના આમંત્રીતો સાથે મુલાકાત અને અભિવાદન સહિત ની શ્રેણીબદ્ધ ઇવેન્ટ દ્વારા લોન્ચ કરવામાં આવશે. 

યુનિવર્સિટી ગ્રાફિક, ઇન્ટિરિયર, પ્રોડક્ટ અને ફેશનમાં ચાર વર્ષનો પ્રોગ્રામ ઓફર કરવામાં ગર્વ અનુભવે છે, જેનો ઉદ્દેશ શિક્ષણમાં સર્વ સમાવેશ કરતા ને પ્રોત્સાહન આપતી સંસ્કૃતિનું નિર્માણ કરવાનું છે. 


જરોદ, હાલોલ હાઇવે માં એક વિશાળ કેમ્પસ સાથે શાનદાર શિલ્પો અને સ્થાનોથી સુશોભિત ITM (SLS) બરોડા યુનિવર્સિટી ની સ્કૂલ ઓફ ડિઝાઇન વડોદરામાં ડિઝાઇન શિક્ષણમાં ક્રાંતિ લાવવા માટે તૈયાર છે. "Think big....think beyond". નું સૂત્ર વાસ્તવિક જીવનના પડકારોનો સામનો કરવા માટેના સાધનોથી સજીવ યુવાન સર્જનાત્મક દિમાગને સ્વપ્ન દ્રષ્ટિ સમસ્યાનો નિરાકરણ કરનાર બને તેવી શાળાનું વિઝન છે. 



અનુભવી વિદ્વાનોની આગેવાની હેઠળ અને ક્રોસ-ડિસિપ્લિનરી અભિગમ અપનાવીને ડિઝાઇન સ્કૂલ નવીનતા અને ટકાઉ પણ આ માટે કટિબદ્ધ છે, જે ઇકો ફ્રેન્ડલી સામગ્રી અને વસ્તુઓના ઊંડા મૂળના સિદ્ધાંતો સાથે નવીનતમ ટેક વલણોનું મિશ્રણ કરે છે. 

ટીમ Raw to Runway દ્વારા સંચાલિત આ લોન્ચ ઇવેન્ટ એલેમ્બિક સીટી ખાતે સવારે 9:30 વાગ્યે એક પ્રદર્શન સાથે શરૂ થશે અને એક ફેશન શો કેસમાં પરિણમશે જે પ્રેરણા અને સર્જનાત્મકતાથી ભરેલા દિવસોનું વચન આપે છે.

Reporter: News Plus

Related Post