માણીભદ્રવીર ની આ સ્વરુપ ની પ્રતિમા ફકત પાવાગઢ શક્તિપીઠ બિરાજમાન છે જૈનો ના જાગતા દેવ તરીકે મનાતા માણીભદ્રવીર ના મંદિર ની ધજા આજે રંગેચંગે જૈનાચાર્ય ની નિશ્રામાં યોજાઈ હતી..
પાવાગઢ તીર્થ ના અધ્યક્ષ સુરેશ રાજાવત તથા મંત્રી દીપક શાહે જણાવ્યું હતું કે આજે પંચવર્ષીય લાભાર્થી શાંતાબેન ફાગણીયા તથા ગુર્જર પરિવારે બરાબર વિજય મુહૂર્તમાં માણીભદ્રવીર ની ધજા ચડાવવા માં આવી હતી. તે અગાઉ અભિષેક અને પંચોપચાર પૂજન કરવામાં આવ્યું હતું. આજ ની આ ધજાના કાર્યક્રમ માટે આચાર્ય વિદ્યુત રત્ન સુરી મહારાજ સાહેબ ઉગ્ર વિહાર કરી સવારે પાવાગઢ તીર્થ માં પ્રવેશ કર્યો હતો. આજના કાર્યક્રમમાં પ્રવર્તક વિનોદ વિજયજી, સેવાભાવી પુર્ણચંદ્ર વિજયજી, વિશ્વેન્દ્ર વિજયજી, મુનિન્દ્રવિજયજી તથા સાધ્વીજી પ્રશમરતનાશ્રી મહારાજ આદિઠાણા એ નિશ્રા પ્રદાન કરી હતી એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું
Reporter: News Plus