વડોદરા : ઓનલાઇન ટાસ્કની પાટૅ ટાઈમ જોબના નામે વડોદરાના યુવા પાસે 21 લાખ પડાવીને ગેંગના વધુ ચાર સાગરીત ભોપાલથી પકડાયા છે.
કારેલીબાગના જીતેન્દ્ર બડભુજરને પાર્ટ ટાઈમ જોબની ઓફર કરનાર ટોળકીએ શરૂઆતમાં યુટ્યુબ પર મુવીને લાઈક કરવા તેમજ બીજા ટાસ્ક આપી શરૂઆતમાં રૂપિયા આપ્યા બાદ પ્રીમિયમ ટાસ્કના નામે અલગ અલગ બેન્ક એકાઉન્ટમાં ડિપોઝિટ ભરાવી ઠગ ટોળકીએ રૂ.21 લાખ ઉપરાંતની રકમ પડાવી દીધી હતી.
આ ગુનામાં વડોદરા સાયબર સેલે અગાઉ સાત જણાની ધરપકડ કરી હતી. તપાસ દરમિયાન ભોપાલના સાગરીતોનું પણ નામ ખુલતા સાયબર સેલની ટીમે ભોપાલમાં તપાસ કરી હતી. જે દરમિયાન ચાર આરોપી ભોપાલની જેલમાં હોવાનું જણાય આવતા પોલીસે ટ્રાન્સફર વોરંટી ચારેયની ધરપકડ કરી વડોદરા લાવવા તજવીજ કરી હતી.
Reporter: News Plus