પુન્નાકુન્નમ : કેરળમાં ભાજપનું પહેલું ખાતું ખોલનાર સાંસદ સુરેશ ગોપીએ શનિવારે પૂર્વ વડાં પ્રધાન અને કોંગ્રેસના દિગ્ગજ નેતા ઈન્દિરા ગાંધીની પ્રશંસા કરતું નિવેદન આપ્યું હતું. ભાજપ સાંસદ ગોપીએ કહ્યું હતું કે ઈન્દિરા ગાંધી કોંગ્રેસના હોવાને કારણે હું તેમના મૃત્યુ સુધી તેમને આઝાદી પછીના ભારતના વાસ્તવિક શિલ્પકાર કહેવાથી ડરતો નથી.
કેરળના ભાજપના પ્રથમ સાંસદ અને કેન્દ્રીય પ્રધાન સુરેશ ગોપીએ દેશના પહેલા અને એકમાત્ર મહિલા વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીને મધર ઓફ ઈન્ડિયા કહ્યા હતા. ગોપી 12 જૂને પુન્નાકુન્નમમાં કરુણાકરણના સ્મારક સ્થળ મુરલી મંદિરમ ગયા હતા. અહીં મીડિયા સાથે વાતચીત દરમિયાન તેમણે કહ્યું કે હું દેશના પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને મધર ઓફ ઈન્ડિયા માનુ છું.
ગોપીએ વધુમાં કહ્યું કે હું મારા રાજકીય ગુરુને શ્રદ્ધાંજલિ આપવા આવ્યો છું. તેઓ મજબૂત મુખ્યમંત્રી હતા. એટલું જ નહીં, તેમણે એમ પણ કહ્યું કે તેમની મુલાકાતનો કોઈ રાજકીય અર્થ ન કાઢવો જોઈએ
Reporter: News Plus