નવી દિલ્હી : સંસદના શિયાળુ સત્રનો આજે 15મો દિવસ છે. જોકે, આજે રાજ્યસભાના અધ્યક્ષ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવને લઈને રાજ્યસભામાં ફરી હોબાળો થયો છે.
જેમાં ભાજપે કોંગ્રેસ પર અનેક આરોપ લગાવ્યા છે. જ્યારે રાજ્યસભામાં હોબાળા વચ્ચે અધ્યક્ષ જગદીપ ધનખડે કોંગ્રેસને કહ્યું, તમારી પાસે 24 કલાક માટે એક જ કામ છે.તમે લોકો એ વાતથી દુઃખી છો કે ખેડૂતનો પુત્ર આ ખુરશી પર કેવી રીતે બેઠો છે. હું દેશ માટે મારો જીવ આપીશ. પણ હું ઝૂકીશ નહિ. આ દરમિયાન રાજ્યસભાની કાર્યવાહી સોમવાર સુધી સ્થગિત કરવામાં આવી છે.રાજ્યસભામાં અધ્યક્ષ જગદીપ ધનખડ વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પર ભારે હોબાળો થયો હતો. મલ્લિકાઅર્જુન ખડગે અને ધનખડ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. ધનખડે કહ્યું કે હું એક ખેડૂતનો દીકરો છું.
હું કોઈની સામે નમતો નથી. મેં ઘણું સહન કર્યું. મેં દરેકને માન આપ્યું છે.જ્યારે રાજ્યસભામાં ફરી એકવાર અવિશ્વાસ પ્રસ્તાવનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. ત્યારે ભાજપના સાંસદ રાધા મોહન અગ્રવાલે કોંગ્રેસના આ પગલાની નિંદા કરતા કહ્યું કે આ નોટિસ નિયમોની વિરુદ્ધ છે. 14 દિવસની નોટિસ આપવી જરૂરી છે. રાધા મોહન અગ્રવાલે ખડગે પર પણ હુમલો કર્યો હતો.તો બીજી તરફ, કોંગ્રેસના સાંસદ મણિકમ ટાગોરે લોકસભા અધ્યક્ષને કોંગ્રેસના નેતાઓ પર નિશિકાંત દુબેની અપમાનજનક ટિપ્પણીઓને દૂર કરવા વિનંતી કરી હતી.
Reporter: admin