વડોદરા : શહેરના બહુચરાજી રોડ ખાતે ભાજપના નવા તૈયાર થઈ રહેલું કાર્યાલયનું આજે વાસ્તુપૂજન અને તારીખ 22મીએ ઉદ્ઘાટન કરવામાં આવનાર છે

ત્યારે કાર્યકર્તાઓમાં ચર્ચાનો વિષય બન્યો છે એક બાજુ ડોક્ટર વિજય શાહને પ્રમુખ પદે રીપીટ કરવાની વિચારણા ચાલી રહી છે ત્યારે અચાનક અધૂરા કાર્યાલયમાં વાસ્તુ પૂજનનો કાર્યક્રમ રાખી ઉતાવળે ઉદ્ઘાટન કરવામાં આવી રહ્યું છે. ગુજરાતના મુખ્ય શહેરોમાં કમલમના નામથી ભાજપના નવા કાર્યાલયોના ઉદ્ઘાટનો થઈ રહ્યા છે.

વસ્તુ પૂજન રાખવામાં આવ્યું અને તેમાં ગણતરીના આગેવાનો, કોર્પોરેશનના પદાધિકારીઓ અને વોર્ડ પ્રમુખ મહામંત્રીની ઉપસ્થિતિમાં પૂજા વિધિ રાખવામાં આવી હતી અને તારીખ 22મીના રોજ પ્રદેશ પ્રમુખ અને મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં વડોદરાના ભાજપ કમલમ નવા અધૂરા બાંધકામના કાર્યાલયનું ઉદ્ઘાટન રાખવામાં આવ્યું છે.




Reporter: admin