તેલઅવિવ: ઇઝરાયલ છેલ્લા ઘણા સમયથી લેબનન पर હુમલો કરી રહ્યું છે, બેરૂતમાં કરેલી એર સ્ટ્રાઈકમાં હિઝબુલ્લાના વડા હસન નસરાલ્લાહ માર્યા ગયા છે.
હવે ઈઝરાયલ સતત એક પછી એક ચોંકાવનારા દાવા કરી રહ્યું છે. હવે ઇઝરાયેલી ડિફેન્સ ફોર્સે (IDF) હિઝબોલ્લાહના નાણાકીય કેન્દ્ર વિશે માહિતી જાહેર કરી છે. IDFએ જણાવ્યું કે જે બંકરમાં નસરાલ્લાની હત્યા કરવામાં આવી હતી, ત્યાં એક મોટો ખજાનો છુપાયેલો હતો.રવિવારે રાત્રે ઈઝરાયેલ એરફોર્સ દ્વારા કરવામાં આવેલા હવાઈ હુમલા બાદ આ દાવો કરવામાં આવ્યો છે. આ હુમલાઓનો હેતુ ઈરાન સમર્થિત આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહની કામગીરીને ભંડોળ પૂરું પડતા સ્ત્રોતોને નષ્ટ કરવાનો હતો.
IDF અનુસાર, વધુ એક ગુપ્ત બંકર બેરૂતની મધ્યમાં અલ સાહેલ હોસ્પિટલની નીચે આવેલું છે. આ હસન નસરાલ્લાનું બંકર છે, જ્યાં કરોડો ડોલર્સનું સોનું અને રોકડ જામા કરેલું છે.આઇડીએફના પ્રવક્તા રીઅર એડમિરલ ડેનિયલ હગારીએ જણાવ્યું હતું કે, “આજે હું એક સ્થાન વિશે ગુપ્ત માહિતી જાહેર કરી રહ્યો છું. દક્ષિણ બેરૂતમાં અલ સાહેલ હોસ્પિટલની નીચે છુપાયેલા આ બંકરમાં 500 મિલિયન ડોલરની રોકડ અને સોનું છે, આ નાણાંનો ઉપયોગ લેબનના પુનઃનિર્માણ માટે થઈ શકે છે.”
Reporter: admin