વડોદરા : શહેરમાં પૂર અને કોરોના સમયમાં સફાઈ સેવકોએ શહેરને સ્વચ્છ બનાવવા મહેનત કરી હતી એવા 170 જેટલા સફાઈ સેવકોની ભરતી કરવામાં નહીં આવતા આજે ભાજપના કાર્યકર્તા ચંદુભાઈ સોલંકીએ આમરણાંત ઉપવાસ તેમના ટેકેદારો સાથે શરૂ કર્યા છે.
વડોદરા કોર્પોરેશનમાં સફાઈ કામદારો તેમજ કોન્ટ્રાક્ટના કામદારો અંગે તાજેતરમાં સફાઈ કામદાર યુનિયન દ્વારા સતત 15 દિવસ સુધી આંદોલન ચાલ્યું હતું. તે બાદ હવે ભાજપના જ કાર્યકર્તા ચંદુભાઈ સોલંકીએ આમરણાંત ઉપવાસની શરૂઆત કરી છે. તેઓએ બાબાસાહેબ આંબેડકરના બંધારણને સાથે રાખી માંગણી કરી છે કે પ્રધાનમંત્રી એક બાજુ દલિત સમાજના મહિલાના પગ ધોતા હોય તો બીજી બાજુ વડોદરાના ભાજપના જ આગેવાનો સફાઈ સેવકોને અન્યાય કરી રહ્યા છે.
સફાઈ સેવકોએ પૂરની પરિસ્થિતિ દરમિયાન કામગીરી કરી છે તે સમયે એક કોન્ટ્રાક્ટરે અમદાવાદથી સફાઈ સેવકો આવ્યા છે તેવા દેખાડા કરી કર્મચારીઓને ગેરમાર્ગે દોર્યા હતા અને પૂરતો પગાર પણ આપ્યો ન હતો. હવે આવા 170 સફાઈ સેવકોને કોર્પોરેશનમાં નોકરી નહીં આપતા આમરણાંત ઉપવાસ શરૂ કર્યા છે.
Reporter: