સેન્ડવીચ ઢોકળા ઘરે નાના બાળકથી લઇ મોટા બધાને ભાવે છે. તે ખાવામાં ખુબ ટેસ્ટી લાગે છે . અને તે સરળતાથી બનાવી શકાય છે.
આ ઢોકળાનુ ખીરું બનાવવા માટે 3 વાડકી ચોખા,1 વાડકી અડદની દાળ,અને પાણી જરૂર મુજબ વાપરીને ખીરું બનાવવું. હવે આ તૈયાર કરેલ ખીરામા ફુદીનો અને ધાણાની ચટણી બનાવી ઉમેરવી. હવે વધારાની સામગ્રીમા એક ચમચી ચણાનો લોટ, પા ચમચી ખાવાનો સોડા, પા ચમચી મરી પાવડર, મીઠુ સ્વાદ અનુસાર, ચાર ચમચી તેલ, એક ચમચી સફેદ તલ,એક ચમચી રાય, મીઠાં લીમડાના પાન, ચપટી હિંગ, ત્રણ થી ચાર કાપેલા લીલા મરચા, અને સમારેલા ધાણા જોઈશે.હવે ખીરું બનાવવા ચોખા અને દાળ ને પાણીથી ધોઈ 4 થી 5 કલાક માટે પલાળી દો. ત્યારબાદ તેને મિક્ષર જારમા ક્રશ કરી ખીરું તૈયાર કરો અને તેમાં આથો આવવા 5 થી 6 કલાક ઢાંકીને રહેવાદો.
હવે આ ખીરૂમાં મીઠુ અને સોડા ઉમેરી બરોબર મિક્ષ કરો અને આ મિશ્રણને 2 ભાગમાં અલગ અલગ કાઢી લો. હવે ફુદીના અને ધાણાની ચટણીમાં ચણાનો લોટ ઉમેરી મિક્ષ કરી લો. ત્યારબાદ ઢોકળા મુકવાના સાધનમાં કે કૂકરમા ડીશ પર થોડું તેલ લગાવી ખીરું પાથરી લો અને તેને 5 મિનિટ માટે ચઢવા દો. ત્યારબાદ બીજું લેયર બનાવવા ચટણી નુ મિશ્રણ પાથરી દો અને તેને પણ 5 મિનિટ માટે ચઢવા દો. હવે તેના પર ત્રીજું લેયર ખીરું પાથરી ઉપર મરી પાવડર ભભરાવી દો. અને 5 મિનિટ ફરી ચઢવા દો. ત્યારબાદ ઢોકળા ઠંડા પસે એટલે સેપમા કાપીને વઘાર કરવા મુકો. એના માટે એક કડાઈમા તેલ ગરમ કરી રાય અને સફેદ તલ વઘાર કરો અને પીસ કરેલા ઢોકળા ઉમેરી મિક્ષ કરી લો અને ઉપરથી ધાણા ભભરાવી લો. આ સેન્ડવીચ ઢોકળા ખાવામાં ખુબ ટેસ્ટી લાગે છે.
Reporter: