News Portal...

Breaking News :

ચાંગોદરમાં મકાનમાં ચાલતા કોલ સેન્ટરથી શેરબજારના નામે કરવામાં આવતા કૌભાંડનો પર્દાફાશ

2025-01-06 14:11:53
ચાંગોદરમાં મકાનમાં ચાલતા કોલ સેન્ટરથી શેરબજારના નામે કરવામાં આવતા કૌભાંડનો પર્દાફાશ


અમદાવાદ : ચાંગોદરમાં સોસાયટીના એક મકાનમાં ચાલતા કોલ સેન્ટરથી શેરબજારના નામે કરવામાં આવતા કૌભાંડનો પર્દાફાશ કરીને સ્ટેટ મોનીટરિંગ સેલના (SMC) તપાસનીશ અધિકારીઓની ટીમે પાંચ સાયબર ગઠિયાઓની ધરપકડ કરી લીધી છે. 


પોલીસે સહિત કુલ રૂ 31,66,200 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.પ્રાપ્ત વિગતો અનુસાર અમદાવાદના ચાંગોદરના મોરૈયા ગામની સેપાન વિલા સોસાયટીના એક મકાનમાં બેસીને પાંચ સાયબર ગઠિયાઓ દ્વારા લોકોને શેર બજારના નામે રોકાણ કરાવીને લોકોને ફસાવી રહ્યા હોવાની બાતમી સ્ટેટ મોનિટરિંગ સેલને મળી હતી. બાતમીના આધારે દરોડો પાડીને તમામ આરોપીની ધરપકડ કરવામાં આવી છે.


લાખોનું રોકાણ કરાવીને આચરતા લૂંટ પોલીસની તપાસમાં વધુ વિગતો જાણવા મળે તેવી સંભાવના છે. મળતી વિગતો અનુસાર યુવકોએ એક મકાનની અંદર કોલ સેન્ટર શરૂ કરી લોકોને શેરબજારની ટીપ્સની લાલચ આપીને થોડી રકમ કમાઇને પણ આપે. આ રીતે સામેના વ્યક્તિને વિશ્વાસમાં લેવામાં આવે અને સામેના વ્યક્તિને વિશ્વાસ બેસી જાય એટલે લાખો રૂપિયાનું રોકાણ કરાવીને ફોન બંધ કરી દઈને લૂંટ કરતાં હતા.

Reporter: admin

Related Post