News Portal...

Breaking News :

કચ્છના ભુજ તાલુકાના કંઢેરાઈ ગામમાં 500 ફૂટ ઊંડા બોરવેલમાં યુવતી ખાબકી

2025-01-06 14:08:36
કચ્છના ભુજ તાલુકાના કંઢેરાઈ ગામમાં 500 ફૂટ ઊંડા બોરવેલમાં યુવતી ખાબકી


કચ્છ: કચ્છના ભુજ તાલુકાના કંઢેરાઈ ગામમાં બોરવેલમાં યુવતી ખાબકી હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી છે. 


જ્યાં વહેલી સવારે અંદાજિત 500 ફૂટ ઊંડા બોરવેલમાં યુવતી ખાબકી હોવાનું સામે આવ્યું છે. ભુજ ફાયર વિભાગ દ્વારા દીકરીને બહાર કાઢવા માટે રેસ્ક્યૂની કામગીરી હાથ ધરવામાં આવી છે.યુવતીના પરિવારજનો દ્વારા જણાવવામાં આવ્યું છે કે, વહેલી સવારે 5.30 કલાક આસપાસ યુવતી બોરવેલમાં ખાબકી હતી. જે બાદ પરિવારે વાડી માલિકને જાણ કરી હતી. જે બાદ ફાયરની ટીમને જાણ કરાઈ હતી.


બોરવેલમાં ખાબકેલી યુવતીના ભાઈએ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું કે, મારી દીકરી અને મારી બહેન સવારે વહેલા બાથરૂમ માટે ગઈ હતી. મારી દીકરી રૂમમાં પાછી આવી હતી અને બીજી યુવતી ટોયલેટમાં ગઈ હતી. હું સવારે 5.30 વાગ્યે ઉઠ્યો અને પૂછ્યું કે ઈન્દિરા ક્યા છે? તો તેણે કહ્યું કે ઈન્દિરા બાથરૂમ ગઈ છે. તે બાદ તપાસ કરતાં બોરમાંથી 'બચાવો, બચાવો'નો અવાજ આવ્યો હતો. મારી બહેનની ઉંમર 18-19 વર્ષ છે. અમે આ સમગ્ર ઘટના વિશે અમારા શેઠને 5.45 કલાકે જાણ કરી હતી.

Reporter: admin

Related Post