વડોદરા : ગુજરાતના ખેડાના બસ સ્ટેશન પાસે રાઈસ મીલમાં ભયાનક આગ લાગી છે. મળતા અહેવાલ પ્રમાણે રમેશભાઈ ડાહ્યાભાઈ પટેલની મીલમાં આગ લાગી છે.
ઘટનાની જાણ થતાં ખેડા ફાયરની ટીમ સહિત નડિયાદથી ફાયર ફાઈટરની ટીમ પહોંચી છે. હાલ આગને કાબૂમાં લેવાના પ્રયાસ હાથ ધરવામાં આવી રહ્યા છે.ખેડાના બસ સ્ટેશન પાસે રાઈસ મીલમાં લાગેલીઆગ એટલી ભયાનક છે કે જેમાં સંપૂર્ણ માલ-સામન બળીને ખાખ થયાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
આગના કારણે લોકોમાં નાસભાગ મચી ગઈ હતી. જોકે હાલ કયા કારણોસર આગ લાગી છે તેનું કારણ જાણવા મળ્યું નથી. ઉલ્લેખનીય છે કે પોલીસે સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને ટ્રાફિક યથાવત રાખ્યો છે. મીલમાં ભયાનક આગ લાગવાથી લાખોનું નુકસાનની ભીતિ સેવાઈ રહી છે.
Reporter: admin







