વડોદરા શહેર અને જિલ્લાના ધોરણ ૧ થી ૧૨ સુધી ના તેજસ્વી તારલાઓ નું વડોદરા જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા છેલ્લા ૨૩ વર્ષ થી તેજસ્વી તારલાઓ નું સન્માન કરવામાં આવે છે
આ વર્ષે પણ ૨૫૦થી વધુ તેજસ્વી તારલાઓ નું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં ધોરણ 1 થી 12 ધોરણ ના વિદ્યાર્થી ઓ ૬૦% થી વધુ ગુણ મેળવનાર તેજસ્વી તારલાઓ ને માંજલપુર વિસ્તારમાં આવેલ ભાથુજી મંદિર ખાતે કાર્યકમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં તેજસ્વી તારલાઓ ઉપસ્થિત રહ્યા હતા.વડોદરા જિલ્લા ક્ષત્રિય રાજપૂત સમાજ ના અગ્રણીઓ સાથે સામાજિક કાર્યકર્તા અને માંજલપુર ના પૂર્વ નગરસેવક ચિરાગ ઝવેરી સહિત માનુભવો ની ઉપસ્થિતિમાં તેજસ્વી તારલાઓ નું સન્માન કરવામાં આવ્યું હતું.
સમાજના તેજસ્વી તારલાઓ સમાજનું નામ રોશન કરે અને સમાજ ને કઈ રીતે આગળ લઈ જાય અને તેજસ્વી તારલાઓ ને આગળ વધવાની પ્રેરણા મળે તે હેતુથી આ કર્યકમનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજ દ્વારા તેજસ્વી તારલાઓનો સન્માન કરતા વિદ્યાર્થી પર ખુશીની લાગણી જોવા મળી હતી
Reporter: News Plus