News Portal...

Breaking News :

વડોદરાના ચેરમેન નિષિધ દેસાઈ અને વાઇસ ચેરમેન અંજના ઠક્કર દ્વારા દિલ્હી ખાતે The International Education & Skill Summitની મુલાકાત લેવામાં આવી.

2024-09-20 17:59:20
વડોદરાના ચેરમેન નિષિધ દેસાઈ અને વાઇસ ચેરમેન અંજના ઠક્કર દ્વારા દિલ્હી ખાતે The International Education & Skill Summitની મુલાકાત લેવામાં આવી.


DIDAC INDIA દ્વારા દર વર્ષે " The International Education & Skill Summit" નું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે દિલ્હી ખાતે તારીખ 18 થી 20 સપ્ટેમ્બર દરમિયાન આ સેમિનારનું આયોજન યશોભૂમિ ખાતે એક્ઝિબિશન સેન્ટરમાં કરવામાં આવ્યું હતું. 


આ સેમિનારની અંદર વિશ્વના વિવિધ દેશો માંથી શિક્ષણ સાથે સંકળાયેલા પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. આ ત્રિ-દિવસીય કોન્ફરન્સની અંદર શિક્ષણ સંવાદની સાથે સાથે વિવિધ ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને લગતા અને વૈશ્વિક ટેકનોલોજીમાં શિક્ષણને લગતા વિવિધ ગેજેટ્સ અને મોડલ્સનું પ્રદર્શન ગોઠવવામાં આવેલું હતું. આ સેમિનારની અંદર  

1. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ મુજબની હાલ ભારતની શિક્ષણ વ્યવસ્થા

2.  પૂર્વ પ્રાથમિક શિક્ષણ અને પ્રાથમિક શિક્ષણ ની અંદર આવી રહેલા નવીન ફેરફારો

3. શિક્ષણની અંદર નવીન ફેરફારો માટે અને વિદ્યાર્થીઓના વ્યક્તિગત વિકાસ માટે લીડરશીપ નું મહત્વ
4. શિક્ષણમાં ગુણાત્મક સુધાર અને મૂલ્ય શિક્ષણ જેવા વિષયો ઉપર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.આ સેમિનારમાં વડોદરા શહેરના લોકપ્રિય સાંસદ ડો. હેમાંગ જોશી સાહેબ પણ ખાસ ઉપસ્થિત રહયા હતા. તેઓ દ્વારા પણ આગામી સમયમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત શાળાઓમાં ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરનાં વિકાસ માટેનું આયોજન કરવામાં આવનાર છે. આ માટે વિવિધ સી.એસ.આર પ્રોજેક્ટ તેમજ પોતાની કક્ષાએથી પણ ગ્રાન્ટ ફાળવી તમામ શાળાઓની અંદર આધુનિક ઈન્ફ્રાસ્ટ્રકચર ડેવલપ થાય તે માટે પ્રયત્નો કરવામાં આવનાર છે. તેમની સાથે  માન. અધ્યક્ષ અને માન. ઉપાધ્યક્ષ દ્વારા ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનમાં વિવિધ દેશો માંથી આવેલા ડેલિગેશન સાથે તેઓ સંવાદમાં કર્યો હતો. જેમાં મુખ્યત્વે ગુજરાતના અને ખાસ કરીને વડોદરા શહેરમાં સમિતિ વડોદરા સંચાલિત શાળાઓમાં થઈ રહેલી શિક્ષણની પ્રવૃત્તિઓ અને આગામી સમયમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં કેવા પ્રકારની સુવિધાઓ અને ગુણવતાયુક્ત શિક્ષણ માટે પ્રયત્નો થનાર છે તે માટે પણ ચર્ચા કરવામાં આવી હતી. 


આ પ્રદર્શનની અંદર સ્માર્ટ ઇન્ટરેક્ટિવ પેનલ માં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ઉપયોગ બાબતે તેમજ ક્લાસરૂમ ની અંદર એડવાન્સ ગેજેટ દ્વારા વિદ્યાર્થીઓને ગુણવત્તાલક્ષી શિક્ષણ આપી શકાય. તેમજ ગણિત તેમજ વિજ્ઞાનના ખ્યાલો વિદ્યાર્થીઓને વધુ સરળતાથી સ્પષ્ટ થઈ શકે એવા આધુનિક AI માધ્યમો દ્વારા શિક્ષણ આપવા બાબતે પણ વિવિધ મોડલ પ્રદર્શન ગોઠવામાં આવ્યું હતું. આ પ્રદર્શન મુલાકાત માન. અધ્યક્ષ અને માન. ઉપાધ્યક્ષ દ્વારા લેવામાં આવી હતી. આગામી સમયમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત શાળાઓમાં પણ આ પ્રકારના આધુનિક ગેજેટ લાવવા માટેનું આયોજન હવે કરવામાં આવશે.આ ટેકનોલોજીના સાધનો દ્વારા આગામી સમયમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાની શાળાઓ અતિ આધુનિક બનશે તેમજ વિદ્યાર્થીઓની સંખ્યામાં પણ વધારો થયેલો જોવા મળશે. આ સાથે સાથે વિદ્યાર્થીઓ વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ સારો પ્રદર્શન કરી શકે તે માટેનું આયોજન આગામી સમયમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા દ્વારા કરવામાં આવશે. માન. સાંસદ દ્વારા આ પ્રદર્શન માં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરા સંચાલિત શાળાઓ અને વિદ્યાર્થીઓ ને લાભદાયક હોય એવી ટેક્નોલોજી સાથેનાં  શૈક્ષણિક ગેજેટ અને આગામી સમયમાં વડોદરાનાં વિદ્યાર્થીઓ વિશ્વ કક્ષાની નવીન ટેકનોલોજીથી જાગૃત થાયતે માટે આ પ્રદર્શનની ખાસ મુલાકાત લઈ તે પ્રકારના સાધનોનો ડેવલપ થાય તે માટે ચર્ચા કરવામાં આવી હતી. અને આગામી સમયમાં આર્ટિફિશિયલ એજન્સ ને લગતા શૈક્ષણિક સાધનો નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં લેવામાં આવે તે માટે માન. અધ્યક્ષને સૂચન પણ કર્યું હતું.

Reporter:

Related Post