આજે 20 સપ્ટેમ્બરને શુક્રવારે અમદાવાદના ગોતા વિસ્તારમાં રાજપૂત ભવન ખાતે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન યોજાયું હતું.આ સંમેલનમાં એક ક્ષત્રિયાણી હાજર સૌ ક્ષત્રિયો ઉપર ભારે પડી હતી.
સંમેલનમાં હાજર ક્ષત્રિય આગેવાનો પદ્મિનીબા કરેલા સવાલોના જવાબ આપી શક્યા ન હતા અને સંમેલન છોડીને ચાલતી પકડી હતી.સંમેલનની શરૂઆત અને અંત બન્ને વિવાદાસ્પદ રહ્યા હતા. સંમેલન પહેલા ભાવનગરના યુવરાજે પોતાના વડીલોના દૂરઉપયોગ ના કરવા ચેતવણી આપી હતી, તો સંમેલનના દિવસે પદ્મિનીબા વાળા આયોજકો પર વિફર્યા હતા. જેના કારણે ક્ષત્રિય સમાજનું મહાસંમેલન બબાલ સાથે પૂર્ણ થયું હતું.સંમેલનમાં ભાવનગરના મહારાજા વિજયરાજસિંહને સમસ્ત ક્ષત્રિય શક્તિ અસ્મિતા મંચના પ્રમુખ બનાવવામાં આવ્યા હતા, જ્યારે કાર્યકારી પ્રમુખ તરીકે દાંતાના રિદ્ધિરાજસિંહની નિમણૂક કરવામાં આવી હતી.
ક્ષત્રિય સમાજના આ સંમેલેનમાં પૂર્વ મુખ્યમંત્રી શંકર સિંહ વાઘેલા સહિત મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો હાજર રહ્યા હતા. આ દરમિયાન દાંતાએ સ્ટેટના રાજવી રિદ્ધિરાજસિંહ તથા ગોંડલ, દાંતા, પાલિતાણા, ભાવનગર, ગાંગડ વગેરે સ્ટેટના રાજવીઓ અને કાઠી સમાજના રાજવીઓનું સન્માન કરાયું હતું.આ કાર્યક્રમમાં પદ્મિનીબા વાળાને સ્ટેજ પર સ્થાન ન મળતાં તેમણે મહિલાઓનું સન્માન ન જળવાતું હોવાની વાત કરી હોબાળો મચાવ્યો હતો. આંદોલન દરમિયાન પણ અન્યાય કરવામાં આવ્યો હોવાની વાત કહી બખેડો ઉભો કરવામાં આવ્યો હતો.
Reporter: admin