ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી આજે રાત્રે વડોદરા આવ્યા હતા અને તેમણે શહેરના 17થી વધુ ગણપતિ પંડાલોની મુલાકાત લઇને શ્રીજીના દર્શન કર્યા હતા.
હર્ષ સંઘવી પહેલા ફંતેગંજ યુવક મંડળના શ્રીજીના દર્શન કરવા ગયા હતા અને ત્યારબાદ સમગ્ર શહેરમાં આવેલા વિવિધ ગણપતિજીના પંડાલો ખાતે પહોંચ્યા હતા. અને શ્રીજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી. રાત્રે 12 વાગ્યા સુધી તેઓ વડોદરામાં રોકાવાના હતા. વડોદરાનો ગણપતિ મહોત્સવ આખા રાજ્યમાં પ્રખ્યાત છે અને લોકો શ્રીજીના દર્શન કરીને ભાવુક થઇ જાય છે.
ગૃહ રાજ્ય મંત્રી એ પણ વડોદરા આવીને ગણપતિજીના દર્શન કર્યા હતા. આ તબક્કે તેમણે ગણપતિજીની આસ્થા સામે ખલેલ પહોંચાડનારા તત્વોને સમયસર પકડી પાઠ શીખવાડનાર વડોદરા શહેર પોલીસને અભિનંદન આપ્યા હતા.
Reporter: admin







