સાવલીમાં સામાજિક કાર્યકર ભદ્રેશ પાઠક દ્વારા હોળી ધુળેટી નિમિત્તે સફાઈ કામદારોને ધાણી ચણા ખજૂર આપીને હોળીના તહેવારની અનોખી રીતે ઉજવણી કરાઈ.

સાવલી નગરમાં સેવાકીય પ્રવૃત્તિઓ સાથે જોડાયેલા ભદ્રેશભાઈ પાઠક આજે સફાઈ કામદારોને ધાણી ચાણા ખજૂર આપીને હોળી તહેવારને દર વર્ષની જેમ ઉજવણી કરાઈ. સફાઈ કામદારોને રંગ લગાવીને હોળીની તહેવારની ઉજવણી કરાઈ.સતત કેટલાય વર્ષોથી સાવલીના સામાજિક કાર્યકર ભદ્રેશભાઈ પાઠક સેવાકીય પ્રવૃતિ સાથે જોડાઈને અવારનવાર સેવાનું કામ કરીને પોતાનો તહેવાર અનોખી રીતે ઉજવી રહ્યા છે.


Reporter: admin