News Portal...

Breaking News :

મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોના અને ચાંદીના ભાવમાં ઐતિહાસિક ઉછાળો

2025-12-26 11:02:12
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ પર સોના અને ચાંદીના ભાવમાં ઐતિહાસિક ઉછાળો


મુંબઈ : વૈશ્વિક બજારોમાંથી મળેલા મજબૂત સંકેતો અને ઘરેલુ બજારમાં રોકાણકારોની ભારે ખરીદીને પગલે મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર સોના અને ચાંદીના ભાવમાં શુક્રવારે ઐતિહાસિક ઉછાળો જોવા મળ્યો હતો. 


ચાંદીના ભાવમાં તોફાની તેજી જોવા મળી હતી, જ્યારે સોનાએ પણ નવી સર્વોચ્ચ સપાટી બનાવી હતી, જેના કારણે બુલિયન માર્કેટમાં રોકાણકારોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.MCX પર ફેબ્રુઆરી 2026 વાયદાના સોનાનો ભાવ ₹1,064ના ઉછાળા સાથે ₹1,39,161 પ્રતિ 10 ગ્રામની રેકોર્ડ સપાટીએ પહોંચી ગયો હતો. જોકે, ખરી તેજી ચાંદીમાં જોવા મળી હતી. માર્ચ 2026 વાયદાના ચાંદીના ભાવમાં પ્રતિ કિલોગ્રામે ₹8,449નો જબરદસ્ત ઉછાળો નોંધાયો હતો, અને ભાવ ₹2,32,239ની સર્વકાલીન ઊંચી સપાટીએ પહોંચી ગયો હતો. 


શુક્રવારે શરૂઆતી વેપારમાં ચાંદીના વાયદાના ભાવ ₹8,000થી વધુ ઉછળીને ₹2,32,741 પ્રતિ કિલોગ્રામની નવી ટોચે પહોંચ્યા હતા.બજારના નિષ્ણાતોના મતે, આ અભૂતપૂર્વ તેજી પાછળ આંતરરાષ્ટ્રીય અને ઘરેલુ પરિબળો જવાબદાર છે. આંતરરાષ્ટ્રીય બજારમાં, યુએસ ફેડરલ રિઝર્વ દ્વારા ભવિષ્યમાં વ્યાજદરમાં ઘટાડો થવાની સંભાવનાઓને કારણે સોનાના ભાવમાં વધારો થયો છે. આ ઉપરાંત, વધતા ભૌગોલિક-રાજકીય તણાવને કારણે રોકાણકારો સુરક્ષિત રોકાણ તરીકે સોના-ચાંદી તરફ વળ્યા છે. ચાંદીના ભાવમાં થયેલા મોટા ઉછાળા પાછળ વૈશ્વિક સ્તરે પુરવઠાની અછત, મજબૂત ઔદ્યોગિક માંગ અને ભારતીય આયાતમાં વધારો જેવા કારણો મુખ્ય છે. સપ્લાય ચેઇનમાં વિક્ષેપ પણ આ તેજી પાછળ એક મુખ્ય પરિબળ છે. વિશ્વભરની કેન્દ્રીય બેંકો દ્વારા સોનાની સતત ખરીદી પણ ભાવ વધારાને ટેકો આપી રહી છે. : ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં થતી વધઘટ પણ સ્થાનિક બજારમાં સોના-ચાંદીના ભાવને પ્રભાવિત કરે છે.

Reporter: admin

Related Post