સ્પીકર શંકરભાઈ ચૌધરીને રાજીનામું આપતી વખતે જેઠાભાઈ ભરવાડની સાથે મુખ્યમંત્રી,પ્રદેશ મહામંત્રી,પ્રદેશ પ્રમુખ વિ.પણ હાજર રહ્યા !!..

મારી પાસે અન્ય ઘણા હોદ્દા હોવાથી પૂરતો સમય આપી શકાતો ન હોય અને કામનું ભારણ હોવાથી : જેઠાભાઈ ભરવાડ..
પંચમહાલ જીલ્લાની ૭ વિધાનસભા બેઠકો પૈકીની શહેરા વિધાનસભા બેઠક પર છેલ્લા ૬ ટર્મથી ધારાસભ્ય પદે ચૂંટાઇ આવતા અને અનેક સહકારી સંસ્થાઓ સાથે સંકળાયેલા જેઠાભાઈ ભરવાડે ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ પદ પરથી રાજીનામું આપ્યું હતું. છેલ્લા બે ટર્મથી ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે સેવા આપતા જેઠાભાઈ ભરવાડે ગુરૂવારના રોજ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ અને પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા તેમજ સંગઠન મંત્રી રત્નાકરજીની ઉપસ્થિતીમાં વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને રાજીનામું સોંપ્યુ હતું,જેનો સ્વીકાર કરી લેવામાં આવ્યો હતો. જેઠાભાઈ ભરવાડે કહ્યું હતું કે ઘણી સંસ્થા સાથે કામ કરતો હોવાથી વ્યસ્ત રહું છું અને પૂરતો સમય આપી શકાતો ન હતો. સામાજિક, રાજકીય કાર્યોમાં વ્યસ્ત હોવાના કારણે રાજીનામું આપ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.જોકે ગુજરાત ભાજપના ટોચના નેતા જેઠાભાઈ ભરવાડે એકાએક રાજીનામું આપ્યાના સમાચાર વચ્ચે ગુજરાતના રાજકારણમાં અનેક તર્કવિતર્ક સર્જાઇ રહ્યા છે. તેઓની પાસેથી રાજીનામું લઇ લેવાયું કે સામેથી આપ્યું તે હજી સ્પષ્ટ થતું નથી. જેઠાભાઈ ભરવાડે કહ્યું હતું કે મેં મારી સ્વેચ્છાએ રાજીનામું આપ્યું છે. રાજીનામું આપનારા જેઠાભાઈ ભરવાડની વાત કરીએ તો તેઓ રાજકારણમાં આવતા પહેલા પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા હતા,અને વર્ષ ૧૯૯૮માં સમાજવાદી પાર્ટીમાં જોડાઇને તેમણે પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. પરંતુ ત્યારબાદ તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા અને વર્ષ ૨૦૦૨માં કોંગ્રેસના મજબૂત ઉમેદવાર છત્રસિંહને હરાવીને ભાજપનો ગઢ મજબૂત કર્યો હતો.જેઠાભાઈ ભરવાડ પંચમહાલ જિલ્લાની મહત્વની ગણાતી પંચમહાલ ડેરી તેમજ પંચમહાલ ડિસ્ટ્રિક્ટ કો-ઓપરેટિવ બેન્કના એમ બંને સહકારી સંસ્થાઓના ચેરમેન પણ છે,સાથેસાથે ભારત દેશની મહત્વની ગણાતી સહકારી સંસ્થા નાફેડના ચેરમેન તરીકે પણ સેવા આપી રહ્યા છે,જેમાં મે ૨૦૨૪ માં નાફેડના ચેરમેન તરીકે બિનહરીફ ચૂંટાયા હતા,આ ઉપરાંત તેઓ અનેક સહકારી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે.તેઓ ૧૯૯૮ થી ૨૦૨૨ સુધી સતત ૬ વખત શહેરા બેઠક પરથી ચૂંટાઈ આવે છે.જેઓની ગત ટર્મમાં વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે પસંદગી કરવામાં આવી હતી,ત્યારબાદ વર્ષ ૨૦૨૨ની વિધાનસભાની ચુંટણી પછી અત્યાર સુધી ઉપાધ્યક્ષ તરીકે રહ્યા હતા.આમ જેઠાભાઈ એ વિધાનસભા ઉપાધ્યક્ષ તરીકે આશરે સવા ચાર વર્ષ સુધી સેવા આપી ચુક્યા છે.
જેઠાભાઈ ભરવાડે વર્ષ ૨૦૨૨ ની ચૂંટણીમાં શાનદાર વિજય મેળવીને ધારાસભ્ય પદ જાળવી રાખ્યું.
શહેરા વિધાનસભા બેઠક વર્ષ ૨૦૨૨ની ચૂંટણીમાં ભારે ચર્ચામાં રહી હતી,કારણ કે ભાજપે અહીં ક્ષત્રિય ઉમેદવારને બદલે ફરી એકવાર અનુભવી નેતા જેઠાભાઈ ભરવાડ પર વિશ્વાસ મૂક્યો હતો. આ બેઠક પર ભાજપના જેઠા ભરવાડ, કોંગ્રેસના ખાતુભાઈ પગી અને આમ આદમી પાર્ટીના તખતસિંહ સોલંકી વચ્ચે ત્રિપાંખિયો જંગ હતો.
CM, મંત્રીઓ અને પાર્ટી નેતાઓએ કાર્યકાળ દરમિયાન રાજીનામું આપ્યું / પદ પરથી હટ્યા
ભારતમાં રાજીનામા સામાન્ય રીતે વિવિધ રાજકીય કારણોસર આપવામાં આવે છે. કાર્યકાળ પૂર્ણ થાય પહેલાં આ પગલાં લેવાય છે, જેમ કે દબાણ, અંતરિક ગઠબંધન, પક્ષની હાર–જીત અથવા કેબિનેટની રીશેફલિંગ. ગુજરાતમાં આવા કિસ્સા વારંવાર જોવા મળ્યા છે. મુખ્યમંત્રી વિજય રૂપાણી અને આનંદીબેન પટેલે કાર્યકાળ દરમ્યાન રાજીનામું આપ્યું, પ્રદીપસિંહ વાઘેલા પ્રદેશ મહામંત્રી પદેથી મુક્ત થયા, જ્યારે મહેશ વસાવા સહિત કેટલાક મંત્રીઓને તેમના ચાર્જમાંથી હટાવવામાં આવ્યા. આવા પગલાં સરકારના કાયદેસરત્વને જાળવવા સાથે-સાથ રાજકીય દબાણ અને આસ્થાને પ્રતિબિંબિત કરે છે..
1...ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સીએમ પદથી રાજીનામું આપ્યું હતું, લગભગ એક વર્ષ પહેલા રાજ્યની વિધાનસભાની ચૂંટણી પહેલાં તેમને મુખ્યમંત્રી પદ છોડ્યું હતું.
2...ગુજરાતની પ્રથમ મહિલા મુખ્યમંત્રી આનંદીબેન પટેલે પણ કાર્યકાળ દરમિયાન મેળા ઉંમર અને રાજકીય દબાણોને કારણે સીએમ પદથી રાજીનામું આપ્યું હતું.
3...પ્રદીપસિંહ વાઘેલા – ગુજરાત ભાજપના પ્રદેશ મહામંત્રી તરીકે પદેથી રાજીનામું આપ્યું હતું...
4...મહેશ વસાવા – આદિવાસી નેતા ને ભાજપમાંથી રાજીનામું આપ્યું હતું.
5...અગાઉ 2022માં રાજેન્દ્ર ત્રિવેદી અને પુર્ણેશ મોદી જેવા મંત્રીઓને તેમના મૂળ કેબિનેટ ચાર્જમાંથી હટાવવામાં આવ્યા હતા. તેઓની કાર્યક્ષમતા અને કેટલીક ફરિયાદોનું કારણ ચર્ચાતું હતું.
6..2023 દરમિયાન, ગુજરાત ભાજપ સંગઠનમાં એક વિશાળ ફેરફાર કરવામાં આવ્યો હતો. જેમાં ભાજપના વિવિધ પ્રાદેશિક નેતાઓ અને કાર્યકરોનું પદ બદલાયું/પોસ્ટ પરથી હટાવવાનું નિર્ણય લેવામાં આવ્યો હતો.. ગુજરાત ભાજપના 4 જનરલ સેક્રેટરીમાંના એક હતા વડોદરાનાં ભાર્ગવ ભટ્ટ તેમને જનરલ સેક્રેટરી તરીકેની જવાબદારીઓથી ચાલુ જવાબદારીએ અચાનક ઘરભેગા કરવામાં આવ્યા હતા.
Reporter: admin







