નવલખી મેદાન અને અકોટામાં 957 કરોડના વિકાસના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમોમાં હાજર રહેશે.
મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ આજે વડોદરા જિલ્લામાં વિવિધ કાર્યક્રમોમાં ભાગ લેવા માટે પ્રવાસે આવનાર છે.
મુખ્યમંત્રી બપોરે ૧૩:૪૫ કલાકે વડોદરા જિલ્લાના સર્કિટ હાઉસ ખાતે પહોંચશે. ત્યારબાદ બપોરે ૧૪:૪૫ કલાકે ખાંડેરાવ માર્કેટ સ્થિત ગુરુદ્વારા ખાતે દર્શન કરશે.પછી મુખ્યમંત્રી ૧૫:૨૦ કલાકે નવલખી મેદાન ખાતે યોજાનારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. બપોરે ૧૬:૦૦ કલાકે સયાજીનગર ગૃહ, અકોટા ખાતે 957 કરોડના વિકાસના વિવિધ નવીન ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી સહભાગી થશે.
કાર્યક્રમો પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી વડોદરા એરપોર્ટથી અમદાવાદ માટે રવાના થશે. વડોદરા જિલ્લામાં યોજાનારા આ કાર્યક્રમો રાજ્યના વિકાસ કામોમાં પ્રગતિને આગળ વધારવા માટે મહત્વપૂર્ણ મણવામાં આવી રહ્યા છે.
Reporter:







