News Portal...

Breaking News :

પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઇસ્કોન મંદિરમાં ભગવાન જગન્નાથજીના દર્શનાર્થે પહોંચ્યા

2024-06-08 17:54:30
પોલીસ કમિશનર સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઇસ્કોન મંદિરમાં ભગવાન જગન્નાથજીના દર્શનાર્થે પહોંચ્યા


આગામી 7 જૂલાઇના રોજ અષાઢી બીજના દિવસ ભગવાન જગન્નાથજી ની રથયાત્રા યોજાશે. રથ બહાર નિકળી ચુક્યો છે. તેના મેઇન્ટેનન્ટનું કામ મોટું હોય છે. તે શરૂ કરી દેવામાં આવ્યું છે.


રથયાત્રા યોજાય તે પહેલા  શહેર પોલીસ કમિશનર અને ડીસીપી, એસીપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઇસ્કોન મંદિરમાં ભગવાન જગન્નાથજીના દર્શનાર્થે પહોંચ્યા હતા.વડોદરા માં વર્ષોથી ઇસ્કોન મંદિર દ્વારા અષાઢી બીજ પર્વ પર શહેરની સૌથી મોટી રથયાત્રાનું આયોજન કરવામાં આવતું હોય છે.આગામી 7જૂલાઇના રોજ રથયાત્રા યોજાનાર છે. તે પહેલા ગતરોજ શહેર પોલીસ કમિશનર અને ડીસીપી, એસીપી સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઇસ્કોન મંદિરમાં ભગવાન જગન્નાથજીના દર્શનાર્થે પહોંચ્યા હતા. રથયાત્રાને હવે માત્ર એક મહિના જેટલો જ સમય બચ્યો છે, ત્યારે તેની તૈયારીઓ પુરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે. વડોદરામાં ઇસ્કોન મંદિર દ્વારા સ્ટેશનથી ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે. જે શહેરના અલગ અલગ વિસ્તારોમાં ફરીને પરત ફરે છે. લાખોની સંખ્યામાં ભક્તો ભગવાન જગન્નાથજી પરિવારના દર્શન કરવા માટે ઉમટી પડે છે.


આ સમયે રથયાત્રાને ધ્યાને રાખીને શહેર પોલીસ દ્વારા વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવતો હોય છે. જે અંગેની તૈયારીઓના અનુસંંધાને તાજેતરમાં શહેર પોલીસ કમિશનર નરસિમ્હા કોમર સહિતના ઉચ્ચ અધિકારીઓ ઇસ્કોન મંદિર પહોંચ્યા હતા. અને રથયાત્રાના પરિપ્રેક્ષ્‍યમાં ચર્ચા કરવામાં આવી હતી. વડોદરા શહેરના પોલીસ કમિશનર, ડીસીપી, એસીપી, સહિતના અધિકારીઓ શુભેચ્છા દર્શન અને મુલાકાત માટે આવ્યા હતા. ભગવાન જગન્નાથજીની રથયાત્રાના સંદર્ભમાં સુંદર માહોલ અને વાતાવરણમાં વાર્તાલાપ થયો છે. રથયાત્રા અંતર્ગત 22 જૂનના રોજ જલાભિષેક, મહાભોગ, આરતી-પુજા થશે અને  ત્યાર બાદ પટ બંધ થશે.

Reporter: News Plus

Related Post