તાજેતરમાં વડોદરામાં આપણી ધરોહર દ્વારા હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. આપણી ધરોહર ગ્રુપ એ અમદાવાદના યુવાનો દ્વારા ચલાવવામાં આવે છે. જે વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા હેરિટેજને પ્રમોટ કરે છે. આપણી ધરોહર દ્વારા હેરિટેજ વોક,નાઈટ હેરિટેજ વોક, હેરિટેજ બાઈક રાઈડ, નેચર વોક અને ફોટો વોકનું આયોજન કરવામાં આવે છે. જેને અંતર્ગત આ સંસ્થા દ્વારા વડોદરાના ઈતિહાસને લોકો સુધી પહોંચાડવા માટે વડોદરામાં હેરિટેજ વોકનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ હેરિટેજ વોક સુર સાગર તળાવથી શરુ કરવામાં આવી હતી. જેમાં બરોડા સ્ટેટ લાઈબ્રેરી (જયસિંહરાવજી પુસ્તકાલય), કોઠી રેકોર્ડ ટાવર, કોઠી કચેરી, રાવપુરા, સૂર્યનારાયણ મંદિર, તાંબેડકર વાડા, જુમ્માદાદા અખાડા, કલા ભવન અને ઓરોવિંદો આશ્રમ જેટલી જગ્યાઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. આ હેરિટેજ વોકમાં વડોદરાના ઘણા યુવાનો જોડાયા હતા અને ક્યારેય ન જાણેલી વાતોને જાણી અને માણી હતી.
Reporter: News Plus