News Portal...

Breaking News :

દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા

2024-09-22 17:58:10
દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા


અમદાવાદ : હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મીડિયા સાથે વાત કરતા જણાવ્યું છે કે, દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. 


8થી 10 ઇંચ જેટલો વરસાદ થવાની શક્યતા રહે છે.સામાન્ય રીતે 17મી સપ્ટેમ્બર આસપાસ રાજસ્થાનના ભાગમાં એન્ટી સર્ક્યુલેશન બનતું હોય છે. 850 hpa એટલે દોઢ કિલોમીટર લેવલ બનતું હોય છે. પરંતુ આ વખતે બંગાળના ઉપસાગરમાં એક પછી એક સિસ્ટમ સક્રિય થતાં અને દક્ષિણ ચીનમાંથી પ્રચંડ બનેલા વાવાઝોડાના અવશેષો બંગાળના ઉપસાગરમાં આવતા બંગાળના ઉપસાગરની સિસ્ટમ વધુ સક્રિય થતી હોય છે. હજુ પણ દક્ષિણ ચીન અને જાપાન તરફ હવાના હળવા દબાણ રહેતા હોય છે અને હજુ પણ સિસ્ટમ બનશે. ભારે ચક્રવાતની અને તેના અવશેષો પણ બંગાળના ઉપસાગરમાં આવવાની શક્યતા રહેશે.આ સાથે એમણે એમ પણ જણાવ્યુ કે, બંગાળ ઉપસાગર વધુ સક્રિય રહેશે. 


જેના લીધે મધ્યપ્રદેશ સુધી આ સિસ્ટમની અસર આવશે અને જેમ જેમ ચોમાસુ વિદાય તરફ જશે તેમ તેમ આ સિસ્ટમો લગભગ પૂર્વ ભારત તરફ ખસતી જશે. હમણાં 24 સપ્ટેમ્બર આસપાસ બંગાળના ઉપસાગરમાં એક સિસ્ટમ બની રહી છે. તેની અસર ઓરિસ્સા, વિશાખાપટ્ટનમ, આંધ્રપ્રદેશ થઈને દક્ષિણ મહારાષ્ટ્રના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં સક્રિય થશે. દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. 8થી 10 ઇંચ જેટલો વરસાદ થવાની શક્યતા રહે છે.

Reporter: admin

Related Post