વેલેશિયા : સ્પેનના પૂર્વ અને દક્ષિણ ભાગોમાં ભારે વરસાદને કારણે પૂર આવ્યું હતું. પૂર્વી વેલેશિયા પ્રાંતમાં આપાતકાલીન સેવાઓએ મૃતકોની સંખ્યાને સમર્થન આપ્યું છે.
રેલવે ઓથોરિટીએ જણાવ્યું હતું કે, મલગાની પાસે એર ટ્રેન પાટા પરથી ઉતરી ગઇ હતી. જેમાં ૩૦૦ લોકો સવાર હતાં. જો કે આ ઘટનામાં કોઇ નુકસાન થયું નથી. વેલેશિયા શહેર અને મેડ્રિડની વચ્ચે હાઇ સ્પીડ રેલવેમાં અવરોધ ઉભો થયો છે. સ્પેનના પ્રમુખ પેડ્રો સાંચેજે જણાવ્યું હતું કે અનેક શહેર પૂરથી અસરગ્રસ્ત છે. તેમણે ટેલિવિઝન પર પ્રસારિત પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે જે લોકો પોતાના સ્વજનોને શોધી રહ્યાં છે સમગ્ર સ્પેન તેમની પીડા અનુભવી રહ્યું છે. અમારી પ્રાથમિકતા તેમની મદદ કરવી છે.
અમે તમામ જરૂરી સંશાધનોનો ઉપયોગ કરી રહ્યાં છે જેથી આ હોનૌરતમાંથી ઝડપથી બહાર આવી શકાય. પોલીસ અને બચાવ સેવાઓએ લોકોને ઘર અને કારોમાંથી બહાર કાઢવા માટે હેલિકોપ્ટરનો ઉપયોગ કર્યો હતો.પૂરથી અસરગ્રસ્ત વિસ્તારોમાં સ્પેનના ઇમરજન્સી દળોના 1000થી વધુ જવાનો તૈનાત કરવામાં આવ્યા હતાં. સ્પેનની કેન્દ્ર સરકારે બચાવ પ્રયાસોમાં મદદ માટે એક સમિતિની રચના કરી છે. સ્પેનના રાષ્ટ્રીય હવામાન સેવા અનુસાર દેશમાં ગુરૂવાર સુધી તોફાનની અસર યથાવત રહેવાની સંભાવના છે.
Reporter: admin