મુંબઈ : દેશભરમાં અનેક રાજ્યોમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે મુંબઈ પણ તેમાંથી બાકાત નથી. મહારાષ્ટ્ર રાજ્યના અનેક જિલ્લામાં આકાશમાંથી આફત વરસી રહી છે.
ભારે વરસાદને પગલે મુંબઈ પાણી-પાણી થયું છે. રસ્તાઓ પર વરસાદના પાણી ફરી વળતાં વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે. લોકલ ટ્રેન સેવા પર પણ તેની અસર જોવા મળી રહી છે. વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં પૂર જેવી સ્થિતિ સર્જાતાં અનેક લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું.
સ્થાનિક સૂત્રોના જણાવ્યા પ્રમાણે મુશળધાર વરસાદને કારણે અંધેરી સબવે પાણીમાં ગરકાવ થયો હતો. જેથી વાહનોની અવરજવર માટે તે બંધ કરી દેવામાં આવ્યો છે. અંધેરી ઉપરાંત એપીએમસી માર્કેટ વિસ્તારમાં પણ ગોઠણસમા પાણી ભરાયા છે.
Reporter: admin