News Portal...

Breaking News :

વડોદરામાં સતત બે દિવસથી વરસાદની ધડબડાટીઃ અનેક વાહનો ડૂબતા પડી હાલાકી

2025-05-07 13:53:51
વડોદરામાં સતત બે દિવસથી વરસાદની ધડબડાટીઃ અનેક વાહનો ડૂબતા પડી હાલાકી


વડોદરા : શહેરમાં વહેલી સવારે ચાર વાગ્યાથી વરસાદ ધડબડાટી બોલાવી રહ્યો છે. હજુ વરસાદની બેટિંગ શરૂ જ છે, જેના કારણે ઘણા નીચાણવાળા સ્થળોએ વરસાદી પાણીનો ભરાવો થયો છે. જેના કારણે સ્થાનિકો અને વાહનચાલકોને મુશ્કેલી વેઠવાનો વખત આવ્યો છે.



સોમવારે સાંજે વડોદરામાં વાવાઝોડાએ કહેર વર્તાવ્યો હતો. જેમાં ત્રણ વ્યક્તિઓના મોત નીપજવા સાથે વૃક્ષો અને હોર્ડિંગ્સ ધરાસાયી થતા ઢગલાબંધ વાહનોને નુકસાન પહોંચ્યું હતું. હજુ આ પરિસ્થિતિ સંપૂર્ણપણે થાળે પડી નથી તેવામાં આજે વહેલી સવારથી વડોદરા શહેરમાં વરસાદ વરસી રહ્યો છે. જેના કારણે અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો ભરાવો થયો છે. નજીવા વરસાદમાં ઠેર-ઠેર પાણીમાં ભરાવો થતા કોર્પોરેશનની પ્રિમોન્સૂન કામગીરી સામે સવાલો ઊભા થયા છે. હાલ શહેરના હાથીખાના રામદેવપીરની ચાલી પાસે વરસાદી પાણીથી લોકોના વાહનો ડૂબ્યા હોવાના વિડિયો સામે આવ્યા છે. આવા દ્રશ્યો શહેરમાં અનેક સ્થળોએ સર્જાયા છે. ણે કેટલાક વાહનો પણ ફસાઈ ગયા હતા.આવા દ્રશ્યો શહેરમાં અનેક સ્થળોએ સર્જાયા છે.


વડોદરા શહેરમાં પૂરને અટકાવવા કોર્પોરેશન એક તરફ વિશ્વામિત્રી ઊંડી અને પહોળી કરવાની વાતો કરે છે. તો બીજી તરફ નજીવા વરસાદમાં જ વડોદરા પાણીમાં ડૂબી જતા તંત્રના આયોજન સામે પણ સવાલો ઊભા થાય છેઆ સિવાય મકરપુરા એરફોર્સ પાછળ વચકુંઠધામ સોસાયટીના મુખ્ય રસ્તા અને તેની આસપાસની સોસાયટીમાં પણ નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા છે. વાઘોડિયા રોડ ગુરુકુળ ચાર રસ્તા પાસે આવેલા આદિત્ય હાઈટ્સના એક રહેવાસીએ સોશિયલ મીડિયા પર ફોટોગ્રાફ મૂકી થોડા વરસાદમાં જ પાણી ભરાયાની પરિસ્થિતિની જાણકારી આપી વહીવટી તંત્રને મદદ માટે અપીલ કરી છે. ફતેગંજ વિસ્તારમાં ડ્રેનેજના ચાલતા કામમાં ગાબડા પડવાને કાર

Reporter: admin

Related Post