દેશમાં ચોમાસું પ્રવેશી ગયું છે, તેમ છતા ઘણા રાજ્યોમાં આજે પણ આકરી ગરમીથી લોકો પરેશાન છે. વળી ઘણા રાજ્યોમાં થોડો વરસાદ પડ્યા બાદ બફારાના કારણે લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે.
Delhi-NCRમાં છેલ્લા 2 દિવસથી ભેજથી લોકો પરેશાન છે. દેશના મેદાની વિસ્તારોમાં લોકો ગરમી અને ભેજનો સામનો કરી રહ્યા છે ત્યારે દેશના પહાડી રાજ્યોમાં ભારે વરસાદ ને કારણે સ્થિતિ વધુ ખરાબ છે. આસામના તમામ 29 જિલ્લાઓ અને ઉત્તર પ્રદેશ ના 20 જિલ્લાઓ પૂર માટે સંવેદનશીલ છે.ભારતના ઉત્તર ભાગમાં વરસાદનું એલર્ટ જોવા મળી રહ્યું છે. ખાસ કરીને ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને બિહારમાં નદીઓ ઝડપથી વહી રહી છે. ભૂસ્ખલનથી રસ્તાઓ બંધ છે.
કર્ણાટકમાં આજે સવારે ભારે ભૂસ્ખલન થયું હતું. વળી, હવામાન વિભાગ સતત ભારે વરસાદનું એલર્ટ જારી કરી રહ્યું છે. આજે પણ હવામાન વિભાગે દિલ્હી-મહારાષ્ટ્ર સહિત દેશભરના 17 રાજ્યોમાં ભારે વરસાદની ચેતવણી આપી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, દિલ્હી-એનસીઆરમાં સવારે તડકો છે, પરંતુ સાંજ સુધીમાં હવામાન બદલાઈ શકે છે. આજે રાજધાનીના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે. બાકીના વિસ્તારો અને નજીકના શહેરો ગાઢ ઘેરા વાદળોથી ઢંકાઈ જશે. આવી સ્થિતિમાં આજે દિલ્હીનું મહત્તમ તાપમાન 37 ડિગ્રી રહી શકે છે. લઘુત્તમ તાપમાન 29 ડિગ્રી રહેવાની સંભાવના છે.
Reporter: admin