વડોદરા : શહેરનું અકોટા ગામ છેલ્લાં ત્રણ મહિનાથી દૂષિત પાણીની ગંભીર સમસ્યાથી નાગરિકો ત્રસ્ત છે.

ભર ચોમાસે પણ નાગરિકોને શુદ્ધ પાણી મળતું નથી, જેને લઈ આજે લોકોએ જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલની વડોદરામાં હાજરીમાં ભારે વિરોધ નોંધાવ્યો હતો.મેયર, કોર્પોરેટર સહિત મહાનગરપાલિકા તંત્ર પર દુષિત પાણી પહોંચાડવાનો આક્ષેપ કરી, ભારે નારાજગી વ્યક્ત કરી હતી.વડોદરાના અકોટા ગામ વિસ્તારમાં છેલ્લા ત્રણ મહિના થી નાગરિકો દૂષિત અને ડ્રેનેજ મિક્સ દુર્ગંધવાળું પાણી પીવામાં મજબૂર બન્યા છે.

આ સમસ્યાની ફરિયાદો છતાં પણ મહાનગરપાલિકા દ્વારા કોઈ યોગ્ય પગલા ન લેવાતા આજે નાગરિકોની અસહ્ય સ્થિતિ વચ્ચે વિસ્ફોટ થયો. શહેરમાં જળ શક્તિ મંત્રી સી.આર. પાટીલની હાજરી વચ્ચે સ્થાનિકોએ ઘેરાવ કરતા મેયર, કોર્પોરેટર અને પાલિકા તંત્ર સામે નારાજગી વ્યક્ત કરી. નાગરિકોનું કહેવું છે કે, ભાજપના 30 વર્ષના શાસનમાં પણ આજે સુધી તેઓને શુદ્ધ પીવાનું પાણી મળતું નથી. સ્માર્ટ સિટીનાં નામે કરોડોનું બજેટ ફાળવવામાં આવે છે પણ મૂળભૂત સુવિધાઓમાં ભ્રષ્ટાચાર છુપાયેલો છે. સ્થાનિકોએ ખુલ્લેઆમ કોળા ઉડાવતા આક્ષેપ કર્યો કે, સરકારી તંત્ર માત્ર જાહેરાતો કરે છે પરંતુ જમીન પર તેમનું કોઈ કામ દેખાતું નથી. આ દ્રશ્યો ને લઈ વિસ્તારજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે.


Reporter: admin







