કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રીશ્રી અન્ન પૂર્ણાદેવીએ વિશ્વ વન ખાતે વૃક્ષારોપણ કર્યું
મહિલા અને બાળ વિકાસ રાજ્ય મંત્રી સાવિત્રી ઠાકુર અને ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયા સહિતના મંત્રીઓ-સનદી અધિકારીઓની પ્રેરક ઉપસ્થિતિ

એક પેડ માં કે નામ" થીમ હેઠળ વિશ્વ વન ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયું
રાજપીપલા, શનિવાર :- કેન્દ્રીય મહિલા અને બાળ વિકાસ મંત્રીશ્રી અન્ન પૂર્ણાદેવીની અધ્યક્ષતામાં એકતાનગર સ્થિતિ વિશ્વ વન ખાતે “એક પેડ માં કે નામ” થીમ હેઠળ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.પર્યાવરણહિતેષી અભિગમ સાથે યોજાયેલા વૃક્ષારોપણ કાર્યક્રમમાં તેઓની સાથે મહિલા અને બાળ વિકાસ રાજ્મંત્રી સાવિત્રી ઠાકુર અને ગુજરાત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયા સહિત મધ્ય પ્રદેશ સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રી નિર્મલા ભુરિયા, રાજસ્થાન સરકારમાં મહિલા અને બાળ વિકાસ રાજ્ય મંત્રી ડૉ. મંજુ બઘમાર, ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના સચિવ અનિલ મલિકે સામુહિક વૃક્ષારોપણ કરીને પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપ્યો હતો.

પ્રકૃતિના ખોળે નિર્મિત વિશ્વ વન ખાતે યોજાયેલા આ કાર્યક્રમ દ્વારા “એક પેડ માં કે નામ”ની ભાવના અંતર્ગત દરેક રોપેલા વૃક્ષ સાથે વ્યક્તિગત જવાબદારી અને સંવેદનાને જોડવાનો અનોખો પ્રયાસ કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, મહાનુભાવો દ્વારા સિંદૂર, આંબો, સીતાફળ, ખટુમડા, સોનચંપાને જેવા રોપાઓ વાવવામાં આવ્યા હતા. નોંધનીય છે કે, એકતાનગરના ટેન્ટસીટી-૨ ખાતે વિવિધ રાજ્યના મહિલા અને બાળ વિકાસ વિભાગના પ્રગતિશીલ પ્રયાસો અને કેન્દ્ર સાથેના સંકલન અને મહિલા કલ્યાણ અને બાળ વિકાસને કેન્દ્રમાં રાખીને ઝોનલ કોન્ફરન્સ યોજાઈ હતી.



Reporter: admin







